Site icon Revoi.in

ગાંધીનગરઃ ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર સેમિનાર યોજાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે, ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે.

સચિવે જણાવ્યું હતું કે, આ સેમિનાર એક્શનેબલ સોલ્યુશન્સ એટલે કે કાર્યવાહી કરવા યોગ્ય સમાધાનો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ સેમિનાર રોકાણોને આકર્ષિત કરવા અને વિવિધ બિઝનેસિસને સમૃદ્ધ થવા માટે સક્ષમ બનાવવા માટે જરૂરી નીતિગત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિનાર એરક્રાફ્ટ અને આનુષંગિક ઉત્પાદનો તેમજ જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સેવાઓના વિકાસશીલ ક્ષેત્રો પર વધુ પ્રકાશ પાડશ

પ્રવાસન સચિવે કહ્યું હતું કે, “ભારતની હવાઇયાત્રામાં ઝડપી વૃદ્ધિની પૃષ્ઠભૂમિમાં, આ સેમિનાર એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરશે, જે ગુજરાતમાં રોકાણકારો અને બિઝનેસો માટે ગહન આંતર્દ્રષ્ટિ અને વિવિધ તકો પ્રદાન કરશે, તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવા, વિચારોનું આદાન-પ્રદાન કરવા, પ્રશ્નોનો ઉકેલ લાવવા અને નેટવર્કિંગ અને નવી ભાગીદારી સ્થાપિત કરવા માટે પણ એક મંચ તરીકે કાર્ય કરશે.”