Site icon Revoi.in

નવરાત્રીમાં શેરી અને સોસાયટીના ગરબાને મંજુરી આપવામાં આવે તેવી શક્યતા, ડાન્સ ગૃપો બન્યા એક્ટિવ

Social Share

અમદાવાદ :  ગુજરાતમાં નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મય છે. નવરાત્રીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. કોરોનાનો બીજો કાળ તો લગભગ સમાપ્ત થઈ ગયો છે. પણ ત્રીજા કાળના સંભવિત આગમન પહેલા સરકાર અગમચેતિ દાખવી રહી છે. આ વર્ષે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબાની મંજુરી અપાય તેમ લાગતું નથી પણ શેરી અને સોસાયટીઓના કોમન પ્લોટ્સમાં થતાં ગરબાને મંજુરી આપવામાં આવે તેવી પુરી શક્યતા છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને નવરાત્રિના આયોજન અંગે પરિપત્ર બહાર પાડવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજી સુધી ત્રીજી લહેરના ડરને કારણે નવરાત્રિને મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતા વિવિધ ડાન્સ ગ્રૂપ એક્ટિવ થઈ ગયા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં યુવક-યુવતીઓ ડાન્સની પ્રેક્ટિસ કરવા માટે કોચિન ક્લાસમાં પણ જઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે નવરાત્રિમાં ગરબાના આયોજન અંગે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. જો કે ડીજેના આયોજકો અને ગાયક કલાકારોને કાર્યક્રમો છૂટ આપવામાં આવે તેવી શક્યતા વચ્ચે ગરબા ના આયોજનને પણ શરતી મંજૂરી મળે તેવી હવે શક્યતા જોવામાં આવી છે. જો કે સરકારે મંજૂરી ન આપી હોવા છતાં અમદાવાદ સહિત મહાનગરોમાં ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. ગરબા માટેના ગૃપ એક્ટિવ થઈ ગયા છે. જોકે બજારોમાં હજુ ચણિયા ચાળી કે ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી હજુ શરૂ થઈ નથી. સરકાર દ્વારા નવરાત્રીના કાર્યક્રમોને મંજુરી અપાશે કે કેમ તે પ્રશ્ન છે. નવરાત્રિ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સરકારના નિર્ણય પહેલાં જ ડાન્સ ગ્રુપ એક્ટિવ થઈ ગયા છે.  એવું કહેવાય છે કે,આ વર્ષે નવરાત્રિમાં DJ, બેન્ડ અને ગાયકોના કાર્યક્રમને મંજૂરી મળી શકે છે. આ માટે ગૃહ વિભાગને પરિપત્ર બહાર પાડવા સૂચના આપી દેવાઈ છે. કોરોના હળવો થતા રાજ્ય સરકાર સંગીત અને ડીજેને છુટાછાટ આપી શકે છે.  (ફાઈલ ફોટો)