Site icon Revoi.in

શિયાળામાં સૂર્યપ્રકાશ લેવાથી માત્ર વિટામિન ડીની ઉણપ જ નહીં આ બીમારીઓ પણ થાય છે દૂર  

Social Share

શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો તેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે સૂર્યપ્રકાશ. જેમાં અલ્ટ્રાવાયોલેટ હોય છે. આ સાથે અનેક બીમારીઓ પણ દૂર થાય છે.તો ચાલો જાણીએ શરીર માટે સૂર્યપ્રકાશ લેવાના ફાયદા.

આપણે બધા કોવિડના આ યુગમાં રોગપ્રતિકારક શક્તિનું મહત્વ જાણીએ છીએ. તડકામાં બેસવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તેના કારણે શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે.

સૂર્યપ્રકાશને કારણે શરીરમાં મેલાટોનિન નામનું હોર્મોન બને છે અને તે સારી ઊંઘ માટે જરૂરી માનવામાં આવે છે.

શિયાળામાં સૂર્યસ્નાન કરવાથી પણ લોહી શુદ્ધ થાય છે અને તેના કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ આપણાથી દૂર રહે છે.

સૂર્યમાંથી આપણે જે કિરણો ગ્રહણ કરીએ છીએ તે આપણને કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.