Site icon Revoi.in

ગીર સોમનાથઃ ઉનામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 114 છોડ જપ્ત કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન ઉનાના એમલપુર ખાતે ગાંજાના ખેતીનો પોલીસે પર્દાફાશ થયો છે. પોલીસે એક શખ્સને ઝડપી લઈને 114 જેટલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથનાં ઉનામાં એમલપુર ખાતે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની માહિતી મળતા પોલીસે ખેતરમાં જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે 51 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યાનાં અનેક બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યા છે. ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગીર સોમનાથનાં ઉનામાં એલમપુર ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની માહિતી એસઓજી પોલીસને મળતા પોલીસે આરોપી બીજલભાઈ ભીમાભાઈ બામણીયાની ધરપકડ કરી આરોપી પાસેથી 114 ગાંજાનાં છોડનું વાવેતર મળી આવ્યું હતુ. પોલીસે 51 કિલો ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવા કવાયત શરુ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે પેડલરોને ઝડપી લેવામાં આવી રહ્યાં છે.