1. Home
  2. Tag "sog"

વેરાવળ બંદરઃ રૂ. 350 કરોડના હેરોઈનના જથ્થા સાથે નવ શખ્સોને ઝડપી લેવાયાં

અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ. 350 કરોડના 50 કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી. SOG અને NDPS ની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. આ ઘટના બાબતે […]

હિંમતનગર નજીકથી 161 કિલો ચાંદીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

અમદાવાદઃ રાજ્યમાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતના હિંમતનગર નજીક દાવલી ટોલ પ્લાઝા પાસેથી પોલીસે 44.77 લાખની કિંમતના ચાંદીના જથ્થા સાથે બે શખ્સોએ જણાવ્યું હતું. આ બંને શખ્સો બસમાં મુસાફરી કરતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીને બાતમી […]

ગીર સોમનાથઃ ઉનામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 114 છોડ જપ્ત કરાયાં

SOGએ ચોક્કસ બાતમીના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો 51 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો ગાંજાની ખેતીના પ્રકરણમાં એક શખ્સની ધરપકડ અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન ઉનાના એમલપુર ખાતે ગાંજાના ખેતીનો પોલીસે પર્દાફાશ થયો છે. પોલીસે એક શખ્સને ઝડપી લઈને 114 જેટલા ગાંજાના છોડ […]

રાજકોટમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશઃ લાખોના ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ અને સુરતમાં કરોડોના ડ્રગ્સની સાથે કેટલાક લોકોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન આજે પોલીસે રાજકોટમાંથી 13 લાખના એમડી ડ્રગ્સ સહિત 18 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ […]

અમદાવાદમાંથી 10 કિલો ગાંજા સાથે બે ઝડપાયાં

ગાંજાનો જથ્થો સુરતથી લવાયો હતો ગાંજો નારોલમાં સપ્લાય કરવાનો હતો પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ આરંભી અમદાવાદઃ ગુજરાતના ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદના નારોજ પાસેથી એસઓજીએ 10 કિલો ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી લઈને બે શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચવા અને […]

અમદાવાદ બાદ હવે વડોદરામાંથી એમડી ડ્રગ્સન જથ્થો ઝડપાયો, બે આરોપી ઝબ્બે

અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં અમદાવાદ શહેરના ગીતા મંદિર પાસેથી એસઓજીએ લગભગ બે કરોડની કિંમતના બે કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. હવે વડોદરામાંથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. આ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી વેચાણ માટે વડોદરા લવાયો હોવાનું […]

મોરવા હડફમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરીને SOG એ ખેડૂતને ઝડપી લીધો

અમદાવાદઃ રાજ્યમાં નશાનો કાળો કારોબાર કરનાર માફિયાઓ અને પેડલરોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અવાર-નવાર માદક દ્રવ્યોના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ ડ્ર્ગ્સના નેટવર્કને તોડી પાડીને યુવાનોને નશાના રવાડે અટકાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું […]

રાજકોટમાં લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ધાણીફુટ ગોળીબારઃ પીએસઆઈ ઘાયલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં લૂંટારુઓને ઝડપી લેવા પહોંચેલી પોલીસની ટીમ ઉપર લૂંટારુઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સામે ફાયરિંગ કર્યું હતું. આ ધાણીફુટ ગોળીબારમાં પીએસઆઈ અને બે લુંટારુઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે અન્ય લૂંટારુઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ […]

આણંદઃ પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયાં

અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદના સૌઝીત્રામાંથી પોલીસે પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા ચાર શખ્સો પૈકી એક આરોપી રાજકીય આગેવાનનો દીકરો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપએ સોજીત્રામાંથી રાજકોટના રાજકીય અગ્રણીના પુત્ર રોહન રૈયાણી અને અન્ય ત્રણ જણાને પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. […]

અમદાવાદમાં SOG એ 23 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખસોને ઝડપી લીધા

અમદાવાદઃ ગુજરાત પણ હવે ડ્રગ્સ માફિયાઓ માટે પ્રવેશ દ્વાર સમાન બની રહ્યું છે. રાજ્યમાં 1600 કિમીના દરિયા કિનારો છે. અને બે મોટા બંદરો આવેલા છે. એટલે ડ્રગ્સ ઘૂંસાડવા માટે માફિયાઓને ગુજરાત અનુકૂળ પડી ગયું છે. જોકે પાલીસ સહિત વિવિધ એજન્સીઓની બાજ નજર હોવાથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે. તાજેતરમાં કચ્છમાં જખૌના દરિયાકાંઠા નજીક ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code