Site icon Revoi.in

યુવતીઓએ પ્રોફેશનલ લાઈફને આકર્ષક બનાવવા માટે આ ફેશન ટિપ્સનું રાખવું જોઈએ ધ્યાન

Social Share

આજકાલ દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ, જો કે જોબ કરતી યુવતીઓની વાત કરીએ તો તેમણે પોતાના ડ્રેસ, પર્સ, શૂઝ દરેક બાબતોનું ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે તેમનું ફેશન સેન્સ તેમના વ્યક્તિત્વને છતુ કરે છે જો તમે પણ પ્રોફેશનલ લાઈફમાં છો તો તમારા માટે કેટલીક ફેશન ટિપ્સ લઈને આવ્યા છએ જે તામને વધુ આકર્ષક અને પ્રોફેશનલ બલૂક આપશે.

અત્યારે કોર્પોરેટ કલ્ચરનો જમાનો છે અને કામની સાથે દેખાવનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. શું તમે કૉલેજ અથવા વિદ્યાર્થી જીવનથી કાર્યકારી જીવનમાં પ્રવેશવા જઈ રહ્યા છો? આવો અમે તમને આ ટિપ્સ ચોક્કસ કામ લાગશે

જો તમે કોર્પોરેટ જગતમાં તમારી કારકિર્દી બનાવવા માંગતા હોવ તો તમારે જમ્પસૂટ, બ્લેઝર સાથે જીન્સ કે અન્ય ઓફિશિયલ લુક કેરી કરવાની ટેવ પાડવી જોઈએ. જમ્પસૂટની ફેશન ઓલ ટાઈમ ફેવરિટ માનવામાં આવે છે અને તેને કેરી કરવામાં પણ સરળતા રહે છે. ધ્યાન રાખો કે મીટીંગ કે ઈન્ટરવ્યુમાં તમારે એક જ કલરનો જમ્પસૂટ પહેરવો પડશે. ઉનાળો આવી ગયો છે તેથી કોટન ફેબ્રિક જ પસંદ કરો.

આ સાથએ જ જો કોઈ તમારી ઈમ્પોર્ટન્ટ મિટિંગ હોય તો તમે શોર્ટ સ્ક્ટ સાથે શર્ટ અને બ્લેઝર પહેરી શકો છઓ તેના સાથે તમે હિલ્સ અને બ્લેક પ્રોફેશનલ પ્લેન પર્સ કેરી કરી શકો છો જે તમારા લૂકને વધુ આકર્ષક બનાવે છે.

આ સાથે જ તમે સિલ્ક શર્ટ કેરી કરી શકો છો પરંતુ તેનો રંગ હળવો રાખો અને તેને શણના ઉચ્ચ કમરવાળા ટ્રાઉઝર સાથે જોડી દો. મીટીંગ કે ઈન્ટરવ્યુમાં તમે બોલો તે પહેલા જ સામેની વ્યક્તિ પ્રભાવિત થઈ જશે.

ડેનિમ જીન્સ પર કાળા રંગનું બ્લેઝર અને અંદર સફેદ શર્ટ પણ આકર્ષક લૂક આપે છે. આ ડ્રેસિંગ સેન્સ મહિલાઓને ખૂબ જ સારી લાગે છે. ઉનાળાની ચિંતા કરશો નહીં કારણ કે તમને આ સિઝન માટે યોગ્ય બ્લેઝર પણ બજારમાં મળી શકે છે.