Site icon Revoi.in

ગ્લોબલ બાયોફ્યૂલ અલાયંસ: ભારતની આ પહેલમાં અમેરીકા સહિત 11 દેશ જોડાયા

Social Share

દેશની રાજધાની દિલ્લીમાં ભારત મંડપમમાં જી-20 સમિટની બેઠકો ચાલી રહી છે. તેની વચ્ચે PM નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ કેટલા સૂચનો રજૂ કર્યો હતા. તેમણે ગ્લોબલ બાયોફ્યૂલ અલાયંસ લોન્ચ કર્યુ હતુ. જેમાં ભારત સહિત 11 દેશ જોડાયા છે. અમેરીકાના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ગ્લોબલ બાયોફ્યૂલ અલાયંસની પહેલની શરૂઆત કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે , ‘સમયની જરૂરિયાત એ છે કે તમામ દેશોએ ઈંધણના મિશ્રણના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવું જોઈએ. અમારો પ્રસ્તાવ છે કે વૈશ્વિક સ્તરે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને 20 ટકા સુધી લઈ જવાની પહેલ કરવી જોઈએ. જેથી ઊર્જા પુરવઠો જળવાઈ રહે અને પરિયાવરણની જાળવણી પણ થઈ શકે. આ સંદર્ભમાં, આજે અમે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની શરૂઆત કરી રહ્યા છીએ. ભારત તમને બધાને તેમાં જોડાવા આમંત્રણ આપે છે.

‘વન અર્થ’ પરના G20 સમિટ સત્રમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને આબોહવા જાળવણી માટે G20 ઉપગ્રહ મિશન શરૂ કરવાની દરખાસ્ત પણ કરી હતી અને નેતાઓને ગ્રીન ક્રેડિટ પહેલ પર કામ શરૂ કરવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વૈકલ્પિક રીતે, અમે વ્યાપક વૈશ્વિક સારા માટે અન્ય ઇંધણ સંમિશ્રણ વિકસાવવા પર કામ કરી શકીએ છીએ, જે ન માત્ર સ્થિર ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરે છે પરંતુ આબોહવા સુરક્ષામાં પણ યોગદાન આપે છે.

ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચનાનો ઉદ્દેશ ટકાઉ બાયોફ્યુઅલનો ઉપયોગ વધારવાનો છે. ઉપરાંત, તેનો ઉદ્દેશ બાયોફ્યુઅલ બજારને મજબૂત કરવાનો, વૈશ્વિક બાયોફ્યુઅલ વ્યવસાયને સરળ બનાવવા અને તકનીકી સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.