Site icon Revoi.in

વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં 28.1 ટકાનો વધારો,વનસ્પતિ તેલના ભાવમાં રેકોર્ડ 65.8 ટકાનો વધારો

Social Share

દિલ્હી:ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર,વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં મહીને-દર-મહીનાના આધાર પર ડિસેમ્બર 2021 માં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તે ગયા વર્ષની તુલનામાં ખુબ જ વધારે છે.

સમાચાર એજન્સી મુજબ, સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના વરિષ્ઠ અર્થશાસ્ત્રી અબ્દોલરેઝા અબ્બાસિયાને શુક્રવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,વર્ષ 2021માં FAO ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ 2020ની સરખામણીમાં 28.1 ટકા વધારે છે.તેમણે જણાવ્યું હતું કે,વૈશ્વિક અનાજના ભાવ 2012 પછી તેમના સર્વોચ્ચ સ્તરે છે, જે 2020ના ભાવ કરતાં સરેરાશ 27.2 ટકા વધારે છે.

યુએન એજન્સી FAOના વરિષ્ઠ અર્થશાસ્ત્રી અબ્દોલરેઝા અબ્બાસિયનના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં વનસ્પતિ તેલના ભાવમાં વર્ષ 2020ની સરખામણીમાં 65.8 ટકાનો વધારો થયો છે.ખાંડના ભાવ 2016 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.ડેરીના ભાવ 2020 કરતાં 16.9 ટકા વધુ હતા.

સૌથી વધુ ફાયદો મકાઈમાં 44.1 ટકા અને ઘઉંમાં 31.3 ટકા સાથે થયો હતો. ચોખા, વિશ્વના અન્ય મુખ્ય ખોરાકમાં 4 ટકાનો ઘટાડો થયો છે.