Site icon Revoi.in

ગોવા ચૂંટણીઃ ભાજપાએ ઉમેદવારોની યાદી જાહેર કરી, ઉમેદવારોની પસંદગીમાં તમામ સમાજને મહત્વ અપાયું

Social Share

મુંબઈઃ ગોવામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભાજપ દ્વારા આજે ઉમેદવારોની યોદી જાહેર કરવામાં આવી હતી. જેમાં એસ.સી.એસટી, ઓબીસી અને સર્વણ સમાજના ઉમેદવારોને ટીકીટ ફાળવી છે. આ ઉપરાંત ખ્રિસ્તી સમુદાયના 9 ઉમેદવારોને ટીકીટ ફાળવવામાં આવી છે. બીજી તરફ છ ધારાસભ્યોને પડતા મુકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપે ગોવામાં સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોવા વિધાનસભાની 40 બેઠકો ઉપર આગામી દિવસોમાં મતદાન યોજાશે. જેને લઈને ભાજપ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. દરમિયાન આજે લગભગ 40 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં એસસી-એસટી સમાજના 5, ઓસીબી સમાજના 11, નવ જનરલ તથા ખ્રિસ્તી સમુદાયના 9 ઉમેદવારોને ટીકીટ ફીળવવામાં આવી હતી. ભાજપ દ્વારા એક પત્રકારને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ભાજપના આગેવાને જણાવ્યું હતું કે, ભાજત છેવાડાના માનવીને પણ વિશેષ મહત્વ આપે છે. ગોવા વિધાનસભાની ચૂંટણીમાં 3 જનરલ સિટ ઉપર એસટી સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. જ્યારે એક જનરલ સિટ ઉપર એસસી સમાજના ઉમેદવારને ટિકીટ ફાળવવામાં આવી છે.

ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા જંગી બહુમતી સાથે વિજય હાંસલ કરશે અને સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવશે. ભાજપ તમામ 40 બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારશે.