Site icon Revoi.in

ગોલ્ડ બન્યું ઓલટાઈમ હાઈ, પ્રતિ 10 ગ્રામનો GST સાથે અંદાજિત 62550નો રેકોર્ડબ્રેક ભાવ

Social Share

અમદાવાદઃ અમેરિકા સહિતના દેશોમાં સર્જાયેલી  મંદી અને બેન્કો ડુબવાને પગલે શેર બજાર તૂટતા સોનાના ભાવમાં ઓલટાઈમ હાઈ 10 ગ્રામનો ભાવ જીએસટી સાથે અંદાજે રૂા.62550 નોંધાયા હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો છે. ગતરાત્રે જ સોનાએ 60000ની સપાટી તોડી હતી અને સાથોસાથ ચાંદીના ભાવે પણ ફરી એક વખત 70000ની સપાટી તોડીને 70600 નોંધાયા છે. અમદાવાદના જવેલરી માર્કેટમાં જીએસટી સાથે જ સોનુ 62550 પર પહોંચી ગયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા એક અઠવાડિયામાં ઉંચા ભાવના કારણે સોનાની માંગમાં 40 ટકા જેવો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં જે સોનાનો સૌથી મોટો ખરીદનાર ક્ષેત્ર છે ત્યાં પણ સોનાની ખરીદીને ભાવ વધવાને કારણે  બ્રેક લાગી છે. અમદાવાદના જવેલર્સના કહેવા મુજબ સોનાની કિંમતમાં ચડાવ-ઉતાર ચાલુ રહેશે. ખાસ કરીને  યુએસમાં બેંકીંગ કટોકટીને કારણે સોના પર ભાવનું દબાણ છે.

ઓલ ઇન્ડીયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટીક કાઉન્સીલના ચેરમેન સંયમ મહેરાએ જણાવ્યું કે, સોનાના આંતરરાષ્ટ્રીય કિંમતમાં પ્રતિ ઓંશ 100 ડોલરનો વધારો થયો છે,  જેની અસર ડોમેસ્ટીક માર્કેટ પર પડી છે અને લગ્ન સહિતની ફરજિયાત ખરીદી હોવા છતાં લોકો હજુ રાહ જોઇ રહ્યા છે. ભારતમાં પ્રતિ વર્ષ 800-850 ટન સોનુ ખરીદાય છે જેમાં 40 ટકા દક્ષિણ ભારતનો હિસ્સો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શેર માર્કેટમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. જેના પગલે વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં પણ ભારે ઉતાર ચઢાવ છે. આજે સોના ચાંદી ભાવમાં ચઢાવ ઉતાર વચ્ચે સોનાએ તેનો નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે. આજે સવારે સોનું 11.15 વાગ્યે 0.21 ટકાના ઉછાળા સાથે 59,509 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતુ. જોકે આ પહેલા આજના કોરાબોરામાં સોનાએ તેનો અત્યાર સુધીનો નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે જે 59,561  રુપિયા વધીને 60.000 ના સ્તરે બન્યો છે. બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.14 ટકા ઘટીને 68,403 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે સોનાએ બજેટ પછી સોનાએ બે જ મહિનામાં ફરી એકવાર નવી રેકોર્ડ સપાટીને સ્પર્શી છે. અમદાવાદમાં જીએસટી અને ટેકસ સાથે સોનાનો 10 ગ્રામનો અંદાજે ભાવ 62550 જેટલો થયો છે. જો કે આ ભાવ અંદાજિત છે. માર્કેટ ઉપર-નીચે થતું હોવાથી ભાવમાં વધઘટ થઈ રહી છે.