Site icon Revoi.in

સારા સમાચાર : ઓલિમ્પિક વિજેતા મીરાબાઈ ચાનુ પર બનશે ફિલ્મ,એક્ટ્રેસની તલાશ જારી

Social Share

મુંબઈ :ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર આજે દરેક દેશવાસીને ગર્વ છે. જોકે મોટાભાગના ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, પરંતુ મીરાબાઈ ચાનુએ દેશને ગૌરવ અપાવ્યું છે.એવામાં હવે દેશવાસીઓ મીરાબાઈના જીવનને વધુ નજીકથી જાણી શકશે.

સમાચારો મુજબ, મીરાબાઈ ચાનુના જીવન પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે. પરંતુ ખાસ વાત એ છે કે તે મણિપુરી ફિલ્મ હશે. મીરાનું જીવન મણિપુરી સિનેમા દ્વારા બધાની સામે રજૂ કરવામાં આવશે.

મીરાબાઈ ચાનુ પર ફિલ્મ બનાવવાના સંબંધમાં શનિવારે ઓલિમ્પિક વિજેતા તરફથી અને ઇમ્ફાલની સેઉતી ફિલ્મ્સ પ્રોડક્શન્સ વચ્ચે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગપોક કાકચિંગ ગામમાં સ્થિત તેમના નિવાસસ્થાને એક કરાર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. એટલે કે મીરાબાઈ ચાનુ પણ ફિલ્મ બનાવવા માટે સંમત થયા છે. મીરાબાઈના જીવનનો દરેક સંઘર્ષ આ ફિલ્મમાં રજૂ કરવામાં આવશે.

પ્રોડક્શન કંપનીના અધ્યક્ષ મનાઓબી એમએમ એ એક વિજ્ઞાપન જારી કર્યું છે, મનાઓબી એમએમએ જણાવ્યું કે, આ ફિલ્મને અંગ્રેજી અને વિભિન્ન ભારતીય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે, આ ફિલ્મ માટે અમે એવી છોકરી શોધી રહ્યા છીએ જે મીરાબાઈ ચાનુના રોલને બંધબેસતી હોય, તે મીરા જેવી લાગે. આ શૂટિંગ શરૂ કરવામાં થોડો સમય લાગશે. હવે દેશવાસીઓને આ ફિલ્મ બતાવવામાં આવશે, કેવી રીતે મીરાબાઈ ચાનુએ રાત -દિવસ મહેનત કરીને અને મુશ્કેલીઓને સાઇડમાં રાખીને દેશ માટે મેડલ જીત્યો છે.

મીરાબાઈ ચાનુ ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવનારી પ્રથમ ભારતીય બની છે.ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુની જીતથી ભારતને વેઈટલિફ્ટિંગમાં 49 કિલોગ્રામની શ્રેણીમાં 21 વર્ષ બાદ મેડલ મળ્યો છે.