Site icon Revoi.in

અમદાવાદ શહેરના મુસાફરો માટે સારા સમાચાર – આજથી મેટ્રો ટ્રેન સેવાનો ફરીથી આરંભ

Social Share

અમદાવાદ – સમગ્ર રાજ્ય કોરોનાની ઝપેટમાં આવ્યું છે ,વધતા કેસોને લઈને અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યૂથી લઈને અનેક પાબંધિઓ લગાવવામાં આવી છે, વધતા સંક્રમણને લઈને એએનટીએસ અને બીઆરટીએસ સેવાઓ પણ બંધ કરવી પડી છે, જેને લઈને મુસાફરો અટવાયા હતા ,જો કે હવે મુસાફરો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે.

આજથી અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનનું સંચાલન ફરીથી શરુ કરવામાં આવશે,જેથી મુસાફરોએ હવે રાહતના શ્વાસ લીધા છે, આજથી શહેરમાં સવારે 9 વાગ્યા થી લઈને સાંજનાં 7 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવાનું સંચાલન શરુ રહેશે.

આ મેટ્રો ટ્રેનની સેવા વસ્ત્રાલથી એપરેલ સ્ટેશન સુધી શરુ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં  કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેને લઈને તંત્રએ અનેક પગલા લીધા છે, સતર્કતાને ધ્યાનમાં રાખતા શહેરનાં બાગ-બગીચાને બંધ કરાયા છે. ઉપરાંત બસોની સેવાઓ પણ બંધ છે,જેને લઈને કાનદારોને પરિવહન માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, ત્યારે આ સમગ્ર બાબાત વચ્ચે હવે આજથી મેટ્રો ટ્રેન સેવા શહેરના લોકો માટે શરુ કરવામાં આવી છે.

 

સાહિન-