Site icon Revoi.in

Bigg Bossના ચાહકો માટે ગુડ ન્યૂઝઃ સલમાન ખાને બિગબોસ સિઝન 15નો પ્રોમો કર્યો રિલીઝ, જાણો ક્યારથી શરુ થશે આ શો

Social Share

મુંબઈઃ બિગબોસને લઈને દર્શકો ખૂબજ ઉત્સાહિત હોય છે, આ શોના અનેક ચાહકો છે, જ્યારે સીઝન 14  પુરી થઈ છે ત્યારે દર્શકો સિઝન 15ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,ત્યારે મીડિયાના રિપોર્ટમાં માહિતી મળી રહી હતી કે સિઝન 15 માટેની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે,ત્યારે હવે ફાઈનલી આ શઓ માટે એક ગુડ ન્યૂઝ આવી રહ્યા છે.

ટેલીવિઝનના સૌથી જાણીતા અને લોકપ્રિય શો ‘બિગ બોસ 15’નો ઈંતઝાર હવે પુરો થયો  છે, આ માટે નિર્માતાઓએ જોરશોરમાં તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે હવે આ વાતને કન્ફોર્મ કરતા બોલિવૂડ સુપરસ્ટાર અને આ શોના હોસ્ટ સલમાન ખાને શોની 15મી સીઝનનો પહેલો પ્રોમો રિલીઝ કર્યો છે. સલમાન ખાને ઈદના જિવસે

જો કે એક બીજી ખાસ વાત એ છે કે હવે આ શો ‘બિગ બોસ 15’ હવે 3 મહિના નહી પરંતુ દર્શકો તેને  6 મહિના સુધી જોઈ શકશે, આ સિઝન 6 મહિના સુધી ચાલશે.હવે તેનો પ્રીમિયર ટીવી પહેલા ઓટીટી પ્લેટફોર્મ ‘વૂટ’ પર કરવામાં આવશે. ‘બિગ બોસ 15’ ને આ વખતે ‘બિગ બોસ ઓટીટી’ તરીકે રજૂ કરવામાં આવી શકે છે. વુટે આ સિઝનના પહેલા પ્રોમોને  ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે,આ વખતે ‘બિગ બોસ 15’ એટલે કે ‘બિગ બોસ ઓટીટી’ માં અનેક જાણીતી હસ્તીઓ સિવાય સામાન્ય લોકો પણ ભાગ લઈ શકશે.

Exit mobile version