Site icon Revoi.in

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર! ફિલ્મ ’83’ બાદ હવે 2007ના T20 વર્લ્ડ કપ પર વેબસિરીઝ બનશે

Social Share

મુંબઈ:તાજેતરના વર્લ્ડ કપે ફરી એકવાર બતાવ્યું છે કે દેશમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ એક લાગણી છે.ભારતીય ક્રિકેટ ટીમ સાથે સમગ્ર દેશ હસે છે, શોક કરે છે અને દુ:ખ અને ખુશીના આંસુ વહાવે છે.આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે.કારણ કે 2007માં રમાયેલા T20 વર્લ્ડ કપની જીતની કહાની હવે OTT પર વેબસિરીઝના રૂપમાં સામે આવશે.

આ T20 વર્લ્ડ કપ પર બનનારી વેબ સિરીઝની માહિતી આજે સોશિયલ મીડિયા પર સામે આવી છે.ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર વર્લ્ડ કપ જીતની બે તસવીરો શેર કરતા આ માહિતી આપી છે.આ પોસ્ટ દેખાતા જ ખૂબ જ વાયરલ થઈ રહી છે.જોકે તરણે કહ્યું છે કે, વેબસિરીઝનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી.

આ ફિલ્મમાં વર્લ્ડ કપના 15 ખેલાડીઓ જોવા મળશે.આ ફિલ્મમાં રિયલ ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવશે.આ ડોક્યુમેન્ટરી આધારિત ફિલ્મના ત્રીજા ભાગનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, T20 વર્લ્ડ કપ 2007 પર આધારિત વેબસિરીઝનું નિર્માણ યુકે સ્થિત ફર્મ વન વન સિક્સ નેટવર્ક કરી રહ્યું છે.ગૌરવ બહિરવાની કંપની છે.આ સિરીઝના ડિરેક્ટર આનંદ કુમાર છે, જેઓ અગાઉ દિલ્હી હાઇટ્સ અને ઝિલા ગાઝિયાબાદ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.આ સિરીઝના લેખક સૌરભ એમ પાંડે છે જેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ અને ‘વાણી’ જેવી ફિલ્મોની વાર્તા લખી છે.સમાચારોનું માનીએ તો આ ફિલ્મ 2023માં રિલીઝ થશે.