Site icon Revoi.in

વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મહારાષ્ટ્રમાં સૌથી ઝડપી વેક્સીનેશન, 50 લાખ લોકોને રસી આપનારું પહેલું રાજ્ય બન્યું

Social Share

મુંબઈ: દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર આ વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર 50 લાખ રસી આપનારું પહેલું રાજ્ય બન્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સ્વાસ્થ્ય પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે, ગુરુવારે કોવિડ -19 વેક્સીનના ડોઝની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશમાં ટોચ પર પહોંચ્યું છે. અમે 50 લાખ ડોઝ બેંચમાર્કને પાર કરનાર પ્રથમ રાજ્ય બન્યા છીએ.

રાજ્યએ 6,72,128 લોકોને રસીનો બીજો ડોઝ આપી દીધો છે, જેનો કુલ આંકડો 50,14,774 પર પહોંચી ગયો છે. રાહતના સંકેત તરીકે, દેશમાં કોવિડ -19 રસીના કુલ ડોઝની સંખ્યા આજે 5.31 કરોડને પાર થઇ ગઈ છે. કુલ 5,31,45,709 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં 50,14,774 વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે, જે રસીકરણની બાબતમાં દેશમાં પ્રથમ ક્રમે છે. રાજસ્થાનમાં 49,94,574 રસી, ઉત્તરપ્રદેશમાં 47,56,799 રસી જયારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 43,81,814 રસી અને પશ્ચિમ બંગાળમાં 42,50,140 રસી આપવામાં આવી છે.

-દેવાંશી