Site icon Revoi.in

ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની જપ્તની મામલે માર્ગદર્શિકા તૈયાર કરવાની સરકારની કવાયત

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રસરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ફોજદારી કેસમાં લોકોના સ્માર્ટફોન અને લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરવા માટે માર્ગદર્શિકા ઘડવા માટે અનેક તબક્કાની વાતચીત કરવામાં આવી છે. મિડિયા સાથે જોડાયેલા લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેને ફાઈનલ કરવામાં ટાઈમ લાગશે. એમ પણ કહ્યું હતુ કે જ્યાં સુધી નવી માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યા સુધી અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ આ ઉપકરણોની શોધ અને જપ્તી માટે સી.બી.આઈના નિયમોનું પાલન કરશે. આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે.

આ પહેલા સુપ્રીમકોર્ટે સાત નવેમ્બરે કેન્દ્રને ગાઈડલાઈન બનાવવા કહ્યું હતુ. એવુ પણ કહેવામાં આવ્યું હતુ કે નિયમો વિના કોઈ સાધનનો કબજો લેવો એ ગંભીર બાબત છે. કેન્દ્ર તરફથી એડિશનલ સોલોસિટર જનરલ એસવી રાજને જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુંધાશુ ધુલિયાને કહ્યું કે સંબધીત સત્તા વાળાઓએ પ્રસ્તાવિત માર્ગદર્શિકા પર ઘણીવાર ચર્ચાા કરી છે. આ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ છ અઠવાડિયા પછી આ અંગે નક્કર રજુઆત કરે. ત્યા સુધી તેમના નિવેદન મુજબ સીબીઆઈના નિયમોનું પાલન કરવું જોઈએ.

આ અંગે સુપ્રીમ કોર્ટ બે અરજીઓ પર સુનાવણી કરી રહી છે. જે ફાઉન્ડેશન ફોર મિડિયા પ્રોફેશનલ અને અન્ય એક પક્ષને દાખલ કરવામાં આવ્યો છે. તેમણે તપાસ એજન્સિઓને ઈલેક્ટ્રોનિક્સ સાધનોની શોધ અને જપ્ત કરવાની પ્રક્રિયા માટે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, વાસ્તવિક મુદ્દોએ છે કે એજન્સિઓ ક્યારે અને કેવી રીતે ઈલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરશે તે અંગે કોઈ માર્ગદર્શિકા નથી.