Site icon Revoi.in

અસમમાં 610 સરકારી મદરેસાઓ બંધ કરાશે, વિધાનસભામાં વિધેયક પસાર થશે

Social Share

દિલ્હીઃ અસમમાં સરકારી મદરેસાઓ અને સંસ્કૃત સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિધાનસભામાં વિધેયક પણ પાસ કરવામાં આવશે. આજથી અસમ વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર મળી રહ્યું છે.

અસમના શિક્ષણ મંત્રી હિમંતા વિશ્વા સરમાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મદરેસાઓને લઈને વિધેયક પસાર કરવામાં આવશે. જે બાદ અસમમાં સરકારી મદરેસાઓનું સંચાલન બંધ થઈ જશે. દરમિયાન અસમ વિધાનસભાનું ત્રણ દિવાળીય શિયાળુસત્રનો આજથી આરંભ થઈ રહ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી મદરેસાઓ અને સંસ્કૃત સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વિધાનસભામાં આ અંગેનું વિધેયક પસાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

શિક્ષણ મંત્રી હિંમતા વિશ્વાએ ઓક્ટોબરમાં જ જણાવ્યું હતું કે, અસમમાં 610 જેટલા સરકારી મદરેસા છે. સરકારને આ સંસ્થાઓ પાછળ દર વર્ષે રૂ. 260 કરોડનો ખર્ચ થાય છે. તમામ સરકારી મદરેસાઓને ઉચ્ચ વિદ્યાલયમાં ફેરવવામાં આવશે. તેમજ હાલના વિદ્યાર્થીઓનું નામકાંન નિયમિત વિદ્યાર્થીઓ તરીકે હશે.

ભાજપના સિનિયર નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ અમીનુલ હક્કના જણાવ્યા અનુસાર, ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા મદરેસા બંધ નહીં કરવામાં આવે.