Site icon Revoi.in

દેશમાં કોરોના વાયરસ સામે સરકારની લડાઈ હજુ પણ પુરજોશમાં,185.70 કરોડથી વધુ ડોઝ અપાયા

Social Share

દિલ્હી:દેશમાં કોરોના સામેની લડાઈ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.પણ વેક્સીનેશનની ગતિ પુરજોશમાં ચાલી રહી છે.હવે આ આકંડો 185.70 કરોડને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 12 થી 14 વર્ષની વયના બાળકોને 2.21 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે અપડેટ કરેલા ડેટામાં જણાવ્યું છે કે, દેશમાં અત્યાર સુધી આપવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીના ડોઝની સંખ્યા રવિવારે સવારે 185.70 કરોડ (1,85,70,71,655)ના આંકડાને વટાવી ગઈ છે. જ્યારે ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી ડોઝની સંખ્યા 185.68 કરોડ હતી.

દેશમાં હાલ કેટલાક રાજ્યોમાં કોરોનાના નિયમોથી લોકોને રાહત મળી છે.છતાં પણ લોકોએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે,હજુ પણ કોરોના દેશમાંથી ગયો નથી.લોકોએ હજુ પણ સાવધાની અને સતર્કતા રાખવાની જરૂર છે.