Site icon Revoi.in

દિવાળી પહેલા ખેડૂતોને સરકારની ભેટ,કેબિનેટે ખાતર સબસિડીને આપી મંજૂરી

Social Share

દિલ્હી: દિવાળી પહેલા સરકારે ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે ફાયદાકારક નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ ખાતર સબસિડીને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોષક તત્વો આધારિત ખાતર સબસિડી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ મંજૂરી આ રવિ સિઝન માટે આપવામાં આવી છે. આનાથી સરકાર પર 22000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. કેબિનેટે રવિ સિઝન, 2023-24 (01.10.2023 થી 31.03.2024 સુધી) માટે ફોસ્ફેટેડ અને પોટાસિક (P&K) ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી (NBS) દરોને મંજૂરી આપી છે. આગામી રવી સિઝન 2023-24માં NBS પર રૂ. 22,303 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.

P&K ખાતરો પર સબસિડી રવી સિઝન 2023-24 (01.10.2023 થી 31.03.2024 સુધી લાગુ) માટે મંજૂર દરોના આધારે આપવામાં આવશે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે આ ખાતરોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે ખેડૂતોને ખાતર ઉત્પાદકો/આયાતકારો દ્વારા સબસિડીવાળા ભાવે 25 ગ્રેડના P&K ખાતરો પ્રદાન કરે છે. 01-04-2010 થી NBS યોજના હેઠળ P&K ખાતરો પર સબસિડી આપવામાં આવી રહી છે. સરકાર, તેના ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમને અનુરૂપ ખેડૂતોને પોષણક્ષમ ભાવે P&K ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.