Site icon Revoi.in

રાજધાનીમાં કોરોનાના વધતા કહેરને જોતા સરકારે નવી ગાઈડ લાઈન જારી કરી – લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર માટે મર્યાદીત સંખ્યા નક્કી કરાઈ

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં હાલ કોરોનાએ ગતિ પકડી છે, ખૂબ જ ઝડપથી કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ હવે કોરોનાનો રાફળો ફાટ્યો છે, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ જોતા સરકારે નવી ગાઈડ લાઈન જારી કરવાની ફરજ પડી છે.

દિલ્હીની કેજરીવાલ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઈડ લાઈન પ્રમાણે જાહેર કાર્યક્રમો પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે,આ ,સાથે જ રેસ્ટોરન્ટ, સિનેમાઘર, જાહેર પરિવહન સેવા તથા લગ્ન કે અંતિમ ક્રિયા જેવી ઘટનાઓમાં ખૂબ જ મર્યાદિત લોકોને હાજર રહેવાની સુચના આપવામાં આવી છે.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જારી કરેલા આદેશમાં જમઆવાયું છે કે, નવા નિયમ રાત્રી કર્ફ્યૂની સાથે 30 એપ્રિલ સુધી  અમલમાં રહેશે,આ આદેશ પ્રમાણે દિલ્હીમાં તમામ સામાજીક, રાજકીય, રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારહો પર પ્રતિબંધ  મૂકવામાં આવ્યો છે.