Site icon Revoi.in

ગુજરાતમાં એસટી બસો પર લગાવાયેલી જીપીએસ સિસ્ટમનું મોનિટરિંગ થતુ નથી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં એસટી બસોનું યોગ્યરીતે સંચાલન થઈ શકે તે માટે એસ ટી નિગમ દ્વારા લાંબા અને ટુંકા રૂટ્સની બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. ઉપરાંત તેનું મોનીટરીંગ કરવાની દરેક ડેપોને સુચના આપી છે. પરંતુ યોગ્ય રીતે મોનીટરીંગ નહી થતું હોવાનું તપાસમાં બહાર આવતા જીપીએસ મોડ્યુલથી બસોનું સંચાલન નિયમિત કરવાનો આદેશ એસ ટી નિગમે ડેપોને અપાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભર તેમજ અન્ય રાજ્યોમાં લાંબા તેમજ ટુંકા તથા લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, સુપર ડિલક્ષ, સ્લીપર, એસી સહિતની બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જોકે જીપીએસ સિસ્ટમથી બસો રૂટ ઉપર સમયસર દોડે છે. નિયત કરેલા અન્ય સ્ટેન્ડ ઉપર ઉભી રહે છે કે નહી. ઉપરાંત નિયત કરેલા મુસાફરો લેવાનું તેમજ ઉતારવાનું કામ કરવામાં આવે છે. બસ રૂટ માટે નિયત કરેલા સમયનું પાલન થાય છે કે નહી સહિતની ચકાસણી જીપીએસ સિસ્ટમથી કરવાની નિગમ દ્વારા સુચના આપવામાં આવી હતી. જોકે એસ ટી નિગમની સુચના હોવા છતાં ડેપોના સંચાલકો દ્વારા યોગ્ય રીતે બસોનું મોનીટરીંગ કરવામાં આવતું નહી હોવાનું નિગમની તપાસમાં બહાર આવ્યુ હતું. આથી એસ ટી નિગમે બસોનું યોગ્ય રીતે સંચાલનની નિયમિતતામાં સુધારો કરવાની સુચના એસ ટી ડેપોને આપી છે. ઉપરાંત ડેપો વાઇઝ કરવામાં આવતો જીપીએસ મોડ્યુલના ઘનિષ્ટ મોનીટરીંગથી સંચાલનકીય નિયમિતતામાં સુધારો આવ્યો છે કે નહી તેનો રિપોર્ટ કરવાનો પણ આદેશ કર્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભર તેમજ અન્ય રાજ્યોમાં લાંબા તેમજ ટુંકા તથા લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, સુપર ડિલક્ષ, સ્લીપર, એસી સહિતની બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જોકે જીપીએસ સિસ્ટમથી બસો રૂટ ઉપર સમયસર દોડે છે. નિયત કરેલા અન્ય સ્ટેન્ડ ઉપર ઉભી રહે છે કે નહી. ઉપરાંત નિયત કરેલા મુસાફરો લેવાનું તેમજ ઉતારવાનું કામ કરવામાં આવે છે. નિયત નિયમોનું પાલન થાય છે કે, નહીં તે  અંગે તકેદારી રાખવા તમામ ડેપો મેનેજરને સુચના આપવામાં આવી છે. અને તમામ ડિવિઝન કચેરીને તેનો રિપોર્ટ મોકવાનું પણ કહેવામાં આવ્યુ છે.