1. Home
  2. Tag "ST buses"

ST બસો હવે ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (GPS)થી સજ્જ બની

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને તેમની મુસાફરીને સરળ અને સુલભ બનાવવા માટે હંમેશાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. એવો જ એક નિર્ણય નિગમે તાજેતરમાં અમલમાં મૂક્યો છે, જે મુજબ નિગમની એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) ઇન્સ્ટોલ કરવામાં […]

ગુજરાતમાં તમામ એસટી બસોમાં હવે પ્રવાસીઓ FM ચેનલ દ્વારા મનોરંજન માણી શકશે

અમદાવાદઃ ગુજરાત એસ.ટી નિગમ દ્વારા એસટી બસોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે એફએમ ચેનલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના વિશાળ જનસમુહ સુધી પહોંચવા એક નવતર પ્રયોગ સ્વરૂપે ગુજરાત સરકારે એસટી બસોમાં પોતાની એફએમ ચેનલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ એફએમ ચેનલના માધ્યમથી સરકારની વિવિધ જનતાલક્ષી યોજનાઓની માહિતી રાજયની પ્રજા સુધી પહોંચાડવામાં […]

ગુજરાતમાં એસટી બસો પર લગાવાયેલી જીપીએસ સિસ્ટમનું મોનિટરિંગ થતુ નથી

અમદાવાદઃ ગુજરાતમાં એસટી બસોનું યોગ્યરીતે સંચાલન થઈ શકે તે માટે એસ ટી નિગમ દ્વારા લાંબા અને ટુંકા રૂટ્સની બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. ઉપરાંત તેનું મોનીટરીંગ કરવાની દરેક ડેપોને સુચના આપી છે. પરંતુ યોગ્ય રીતે મોનીટરીંગ નહી થતું હોવાનું તપાસમાં બહાર આવતા જીપીએસ મોડ્યુલથી બસોનું સંચાલન નિયમિત કરવાનો આદેશ એસ ટી નિગમે ડેપોને […]

અમદાવાદના SG હાઈવે પર હવે ST બસો ઓવરબ્રિજને બદલે સર્વિસ રોડ પરથી દોડશે

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર ઈસ્કેન, પકવાન સહિત અનેક ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. ત્યારે એસટી બસો ઓવરબ્રીજ પરથી પસાર થતી હોય ઓવરબ્રીજ નીચે આવેલા એસટી સ્ટેન્ડ પર મુસાફરોને બસની રાહ જોઈને બેસી રહેવું પડે છે.  ડાયરેક્ટ ઓવરબ્રીજ ઉપરથી એસ ટી બસો પસાર થઇ જતી હોવાથી મુસાફરોમાં રોષ ઉઠવા પામ્યો હતો. આથી એસ ટી નિગમે […]

ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં ST બસની સુવિધા ન મળતાં વિદ્યાર્થીઓનો હોબાળો

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકાના અંતરિયાળ ગામોને એસટી બસની પુરતી સુવિધા ન મળતી હોવાની ફરિયાદો ઊઠી છે, અગાઉ પણ ગ્રામજનોને રજુઆતો કરી હતી. છતાં પણ તાલુકાના અંતરિયાળ ગામો પત્યે એસટી તંત્ર દ્વારા ઓરમાયુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ગામડાંઓમાં શિક્ષણની પણ પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ઘોઘા અને છેક ભાવનગર સુધી ભણવા માટે આવવું પડે છે, […]

ઘોઘા તાલુકામાં એસટી બસોની અપુરતી સુવિધાથી ગ્રામજનો પરેશાન, લોકો જોખમી મુસાફરી કરે છે

ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકામાં એસટી બસની પુરતી સુવિધા ઉપલબ્ધ નહોવાથી ગ્રામજનોને ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાની જેમ પુરાયને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. ઉપરાંત જિલ્લાના અનેક અંતરિયાળ ગામડાઓમાં એસટી બસોની અપૂરતી સુવિધાને પગલે આવાં અંતરિયાળ ગામડાઓમાંથી ભાવનગર શહેરમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના […]

રાજકોટમાં કાળઝાળ ગરમી, ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી

રાજકોટમાં કાળઝાળ ગરમી ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી આકરા તાપમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું રાજકોટ શહેરના લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.સૂર્યનારાયણે અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તેમ ગરમી સતત વધી રહી છે. જેથી બપોર બાદ રસ્તાઓ સુમસાન બન્યા છે અને લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે. ભયંકર ગરમીને પગલે લોકો હવે […]

અમદાવાદમાં SG હાઈવે પર એસટી બસોને સર્વિસ રોડ પર દોડાવવા, નિયત સ્ટેન્ડે ઊભી રાખવા સુચના

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર નિયત કરેલા સ્ટેન્ડ પર એસટી બસ ઊભી રહેતી ન હોવાની ફરિયાદ ઊઠી છે. એસજી હાઈવે પર ઓવરબ્રીજ પરથી એસટી બસો પસાર થતી હોવાથી ઘણા સ્ટેન્ડ ઓવરબ્રીજની નીચે આવી ગયા છે. આથી એસટી નિગમે આદેશ કર્યો છે કે, એસટી હાઈવે પર સર્વિસ રોડ પર એસટી બસ ચલાવવી તેથી નિયત સ્ટેન્ડ […]

એસટી બસોમાં ફાસ્ટટેગ ન લગાડવાથી નિગમને વધારાના 69 લાખ ભરવા પડ્યા

અમદાવાદઃ એસટી નિગમ તેના અધિકારીઓની લાપરવાહીને કારણે જ ખોટ કરતી હોવાનું કહેવાય છે. હાઈવે પરના ટોલનાકા પર ફાસ્ટટેગ ફરજિયાત છે. નિયમ મુજબ ફાસ્ટટેગ ન હોય તો બમણો ટોલ ચુકવવો પડતો હોય છે. આ નિયમ હોવા છતાં એસટી બસોમાં ફાસ્ટટેગ ન હોવાથી સાત મહિનામાં વધારાના 69 લાખ ભરવા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા […]

ડીઝલના ભાવ વધવાથી ખાનગી બસના ભાડાંમાં વધારો થતાં પ્રવાસીઓ ST બસ તરફ વળ્યાં

ભુજ : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ ખાનગી ટ્રાવેલ્સની બસના ભાડાંમાં પણ વધારો કરી દેવાયો છે, પણ ગુજરાત એસટીના ભાડામાં હજુ વધારો કરાયો નથી. કચ્છ જિલ્લા અને જિલ્લા બહાર દોડતી ખાનગી બસના સંચાલકોએ  ભાડાં વધારતાં પ્રવાસીઓ એસ.ટી. તરફ વળી રહ્યા છે. ડીઝલના ભાવો વધતાં ખાનગી બસ સંચાલકોએ 30થી 150 ટકા જેટલું ભાડું વધારી દીધુ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code