Homeગુજરાતીગુજરાતરાજકોટમાં કાળઝાળ ગરમી, ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી

રાજકોટમાં કાળઝાળ ગરમી, ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી

  • રાજકોટમાં કાળઝાળ ગરમી
  • ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી
  • આકરા તાપમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું

રાજકોટ શહેરના લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.સૂર્યનારાયણે અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તેમ ગરમી સતત વધી રહી છે. જેથી બપોર બાદ રસ્તાઓ સુમસાન બન્યા છે અને લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે.

ભયંકર ગરમીને પગલે લોકો હવે મુસાફરી કરવાનું પણ ટાળી રહ્યા છે. જેને લઈને રાજકોટના બસપોર્ટ અને બસોમાં મુસાફરોની સંખ્યા ઓછી  જોવા મળી રહી છે.એક બસમાં ચારથી પાંચ લોકો મુસાફરી કરી રહ્યા છે. અને બસ તથા બસપોર્ટ ખાલીખમ છે.જે લોકો મુસાફરી કરી રહ્યા છે તે પણ ખૂબ જરૂરિયાત હોય એટલા માટે જ મુસાફરી કરી રહ્યા છે. બિનજરૂરી બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે.

સારા-માઠા પ્રસંગોમાં જવાનું હોય તો જ લોકો મુસાફરી કરે છે. બાકી સામાન્ય રીતે લોકો હાલ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. તેમાં પણ દિવસ દરમિયાન કે બપોર વચ્ચે ચાલતી બસો તો સાવ ખાલી જતી હોવાનું જોવા મળ્યું હતું.

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular