Site icon Revoi.in

કોરોનાકાળમાં નોકરી જતા ગ્રેજ્યુએટ ભાઈઓએ પરંપરાગત ખેતીમાં ઝંપલાવ્યું, બળદની જગ્યાએ પોતે ખેંચે છે હળ

Social Share

બેંગ્લોરઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. આ દરમિયાન વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. એટલું જ નહીં ભારતમાં અનેક યુવાનોએ નોકરી અને રોજગારી ગુમાવી છે. તેલંગાણાના એક પરિવારના ગ્રેજ્યુએટ બે ભાઈઓએ પણ કોરોના કાળમાં નોકરી ગુમાવી હતી. બીજી તરફ તેમના ખેતરમાં બે બળદ પણ મૃત્યુ પામ્યાં હતા. જો કે, આવી વિપરીત પરિસ્થિતિમાં હિંમત હાર્યા વિના પરંપરાગત ખેતી શરૂ કરી છે. એટલું જ નબીં બળદ ખરીદવાના પૈસા નહીં હોવાથી બંને ભાઈઓ બળદની જગ્યાએ હળ ખેંચવા મજબુર બન્યાં છે.

તેલંગાણાના નરેન્દ્ર બાબુ પાસે બીએસસી અને બીએડની ડીગ્રી છે અને શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા હતા. જ્યારે તેમના ભાઈ શ્રીનિવાસ હૈદરાબાદની એક સંસ્થામાં કામ કરતા હતા. દેશમાં મહામારીને પગલે લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેમાં બંને ભાઈઓની રોજગારી છીનવાઈ ગઈ હતી. જેથી હિંમત હાર્યા વિના પરંપરાગત ખેતી કરવાનો વિચાર કર્યો હતો. તેમજ પરિવાર સાથે ગામ જતા રહ્યાં હતા. આ દરમિયાન એક દૂર્ઘટનામાં બે બળદના મોત થયાં હતા. જેથી પરિવારની મુશ્કેલીઓ વધી હતી. પરિવાર પાસે નવુ ટ્રેક્ટર કે નવા બળદ ખરીદવા માટે પૈસા ન હોતા.માંડ માંડ તેમણે 60000 રુપિયા ભેગા કર્યા હતા પરંતુ બે સારા બળદની જોડીની કિમત રૂ. 75000 થતી હોવાથી તેઓ બળદ ખરીદી શક્યા ન હોતા. જેથી બંને ભાઈઓએ બળદની જગ્યાએ પોતાની જાતને હળ સાથે જોડીને ખેતી કરવાનુ નક્કી કર્યુ હતુ. બળદની જગ્યાએ હળ ખેંચતા બંને ભાઈઓનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નરેન્દ્ર બાબૂએ જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા મેં ઓછી આવકના કારણે નોકરી છોડીને ગામમાં જ વસવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ નાના ભાઈ શ્રીનિવાસ પણ શહેર છોડીને ગામમાં પાછા ફરી ગયા હતા. કોરોનાના કારણે તેઓ જ્યાં નોકરી કરતા હતા તે સંસ્થા લોકડાઉનમાં બંધ થઈ ગઈ હતી.