Site icon Revoi.in

લીલા વટાણામાં ખૂબ ઓછી હોય છે કેલેરી – આહારમાં કરો સામેલ થશે આટલા ફાયદાઓ

Social Share

સામાન્ય રીતે લીલા દેખાતા તમામ શાકભાજી આમતો આપણા શરીર માટે ખૂબજ જરુરી હોય છે, અનેક લીલા શાકમાંથી પ્રોટિન, વિટામીન મળી રહે છે,આજે આપણે લીલા વટાણાની વાત કરીશું,

ખાસ કરીને લીલા વટાણા ભરપુરપ્રોટિનનો સ્ત્રોત છે,વટાણાના 100 ગ્રામ દીઠ આશરે 300 કેકેલ છે, જેમાંથી 20.5 ગ્રામ પ્રોટીન છે, 49.5 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે, અને માત્ર 2 ગ્રામ ચરબી છે.જેથી વટાણા વેઈટ લોક કરવા માટે ઉત્તમ શાકભાજી ગણાય છે.

વટાણાનો ઉપયોગ અનેક રીતે થઈ શકે છે, શાક બનાવવાથી લઈને વટાણાનો સૂપ પણ આરોગ્ય માટે લાભદાયક છે, આ સાથે જ વટાણાને બાફીને તેની અવનવી વાનગીઓ પણ બનાવી શકાય છે જે સ્વાદિષ્ટની સાથે સાથે અનેક વિટામીન્સથી ભરપુર હોવાથી તે આરોગ્યને ખૂબ ફાયદો કરાવે છે.

જાણો વટાણા ખાવાથી થતા ફાયદાઓ