Site icon Revoi.in

બે રિટર્ન ફાઈલ ન કરી શકતા અમદાવાદના 10 હજાર વેપારીઓના જીએસટી નંબર રદ

Social Share

અમદાવાદઃ  ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં વેપારીઓ બેથી વધુ રિટર્ન ફાઇલ ન કરી શકતા તેમના જીએસટી નંબરો કેન્સલ કરી દેવાયા છે. માત્ર અમદાવાદના જ 8થી 10 હજાર નાના વેપારીના નંબર રદ થયા હોવાનું કહેવાય છે. આ અંગે વેપારી એસોએ રજુઆતો કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની આવક વધારવા અધિકારીઓને સુચના આપી છે. અદિકારીઓ વેપારીઓના હિસાબ-કિતાબ સ્ક્રુટીની કરી રહ્યા છે બીજીબાજુ કોરોનાની સ્થિતિમાં વેપારીઓ અને સર્વિસ પ્રોવાઇડરો જીએસટીનું રિટર્ન છેલ્લાં બે મહિનાથી ભરી શક્યા નથી. ઘણા કિસ્સામાં આઇટીસી ક્રેડિટ ન આવવાને અને કરદાતાઓને વધારે ટેક્સ ભરવાના કારણે કરદાતા જાન્યુઆરી પછી રિટર્ન ભરી શક્યા નથી. આવી પરિસ્થિતિ હોવા છતાં ડિપાર્ટમેન્ટે કાયદાનું કડક પાલન કરી અમદાવાદ શહેરના 10 હજાર કરદાતાના નંબર જીએસટી રિટર્ન ન ભરવાના કારણે રદ કરી દેવાતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ નંબર શરૂ કરવા માટે ઓનલાઇન અરજી કરીને ડિપાર્ટમેન્ટના ધક્કા ખાવા પડી રહ્યાં છે.

ડિપાર્ટમેન્ટ ખરીદ વેચાણ, ભરવા પાત્ર ટેક્સની વિગતો અને ટેકસના ચલણ મગાઇ રહ્યાં છે. જો વેપારી આ બધું રજૂ ન કરી શકે તો તેની અરજીને કેન્સલ થાય છે જેથી કરદાતાને અપીલમાં જવું પડે છે. આ અંગે વેપારી એસોએ રજુઆતો પણ કરી હોવાનું કહેવાય છે.