Site icon Revoi.in

ગુજરાતમાં GTU વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે, 4મેથી થશે પ્રારંભ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના શિક્ષણને વ્યાપક અસર પડી છે. ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમજ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવાશે. હાલની આ મહામારીને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન પરીક્ષા લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જીટીયુના ડિપ્લોમા, ડિગ્રી ઈજનેરી પ્રથમ અને બીજા સેમેસ્ટરની ઓનલાઈન રેગ્યુલર અને રેમેડિયલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા તા. 4 મેથી શરૂ થશે. જેમાં રાજ્યભરમાંથી લગભગ 57 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચોથી મેના દિવસે જીટીયુની રેગ્યુલર અને રેમેડિયલ પરીક્ષાનો પણ પ્રારંભ થાય તે પહેલાં જીટીયુની ત્રીજી મેથી પ્રિચેક ટેસ્ટનો પ્રારંભ થશે. એમબીએ, એમસીએ,એમઈ વિદ્યાશાખાની ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવનાર છે.

જીટીયુની એમઈ,એમબીએ, એમસીએની સેમેસ્ટર-1ની પ્રિચેક ટેસ્ટ ત્રીજીમેેના રોજ પૂરી થશે. તે પછીથી આજ વિદ્યાશાખાની ફાઈનલ પરીક્ષા 11મી મેથી શરુ થશે. ઓનલાઈન પરીક્ષા વિદ્યાર્થીઓ મોબાઈલ, ટેબલેટ, લેપટોપની મદદથી આપી શકશે.