Site icon Revoi.in

ગુજરાતઃ 155 જેટલા મામલતદારોની સાગમટે બદલી, 118 નાયબ મામલતદારોની બઢતી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારો પૂર્ણ જ બદલીઓનો દોર શરૂ થયો છે. તાજેતરમાં જ દસ આઈએએસ અધિકારીઓની બદલીના દુકમ થયા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા 155 જેટલા મામલતદારોની સાગમટે બદલીના દેશ કર્યાં છે. એટલું જ નહીં 118 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારે ગત મોટી રીતે મોટી સંખ્યામાં મામલતદારોની બદલીના આદેશ કર્યાં હતા. 155 મામલતદારોની બદલી સાથે 118 નાયબ મામલતદારોને મામલતદાર તરકી બઢતી આપવામાં આવી છે. એટલું જ નહીં 13 મામલતદારોને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી સાથે નિમણુંક આપવામાં આવી છે.

અધિકારીઓ પોતાની બદલી અને બઢતીની જગ્યાએ ત્વરીત કામગીરી શરૂ કરી દેશે તેવો વિશ્વાસ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વ્યક્ત કર્યો હતો. તેમજ જેવી રીતે સરકાર ઝડપી નિર્ણય લે છે તેવી જ રીતે અધિકારીઓ પણ પ્રજાના વિકાસ માટે ઝડપી કાર્યો કરશે. 155 મામલતદારોની બદલીના હુકમો કરી કુલ 286 મહેસૂલી અધિકારીઓના હુકમો કરવામાં આવ્યાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સરકારી અધિકારીઓની બદલીઓની ચર્ચાઓ વહેતી થઈ હતી. દરમિયાન દિવાળી પૂર્વે જ સરકાર મોટા પાયે સાગમટે બદલીઓના આદેશ કરી રહી છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 10 આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં પણ સરકાર દ્વારા મોટાપાયે બદલીઓ કરવામાં આવે તેવી શકયતા છે.