Site icon Revoi.in

ગુજરાત: સુરતમાં માસ્ક નહીં પહેનારાઓ પાસેથી દોઢ વર્ષમાં 9.11 કરોડનો દંડ વસુલાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર હવે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ રિવકરી રેટમાં સુધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. હવે કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકારે વેપાર-ધંધા ફરીથી રાબેતા મુજબ થાય તે માટે કેટલીક રાહતો આપી છે. જો કે, લોકો કોરોનાની ગાઈડલાઈનને ભૂલી ગયા હોય તેમ માસ્ક પહેરયા વિના ફરતા જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત સામાજીક અંતર પાળવાનું પણ ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન પોલીસે કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. સુરતમાં દોઢ વર્ષમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ 9.11 કરોડનો દંડ ચુકવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરતા હોવાનું સામે આવતા દંડની રકમમાં વદારો કર્યો હતો. કોરોના નિયમ ભંગ બદલ રાજ્યમાં 500 રૂપિયાથી લઈ 1000 હજાર દંડ વસુલવામાં આવતો હતો. સુરતમાં છેલ્લા દોઢ વર્ષમાં લોકોઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ 9.11 કરોડનો દંડ ચુકવ્યો છે. સુરત મહાનગર પાલિકામાંથી નિયમો ભંગ બદલ વસુલવામાં આવતા દંડના આંકડા સામે આવ્યા છે તેમાં સુરત પોલીસે 78 હજાર 508 લોકો પાસેથી 7.85 કરોડનો દંડ વસુલ્યો છે જ્યારે સુરત મહાનગરપાલિકાએ 1.20 કરોડનો દંડ વસૂલ્યો છે. સુરત પોલીસે 78,508 લોકો પાસેથી 7.85 કરોડ વસૂલ્યા છે.

અમદાવાદમાં કોરોનાના નિયમોનું પાલન નહીં કરનારાઓને ઝડપી લેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 10 દિવસમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓ સામે અભિયાન હાથ ધરીને બે કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો છે.