Site icon Revoi.in

ગુજરાત: તમામ લોકોએ સતર્ક રહેવું જરૂરી, વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો

Social Share

અમદાવાદ: કોરોનાના કેસ આજે 22 જાન્યુઆરીએ પહેલીવાર 1 લાખને પાર થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાને પગલે સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની બાબતે 1 લાખનો આંકડો બીજીવાર પાર થઇ ચુક્યો છે. અગાઉની તુલનાએ આ લહેર વધારે ભયાનક થઇ રહ્યો છે. 11 દિવસમાં કોરોનાની પીક આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલ તો કોરોનાનો આંકડો હદપાર થઇ ચુક્યો છે. જો કે નાગરિકો હજી પણ આ કોરોનાના વેરિયન્ટને હળવાશથી લઇ રહ્યા છે. આ કોરોનાથી માત્ર શરદી-તાવ અને ઉધરસ થાય છે અને પછી તે ઝડપથી સાજા થઇ જાય છે તેવું લોકો માની રહ્યા છે.

રાજ્યમાં કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. કોરોનાના કેસ આજે 20 જાન્યુઆરીએ પહેલીવાર 1 લાખને પાર થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાને પગલે સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની બાબતે 1 લાખનો આંકડો બીજીવાર પાર થઇ ચુક્યો છે. અગાઉની તુલનાએ આ લહેર વધારે ભયાનક થઇ રહ્યો છે. 11 દિવસમાં કોરોનાની પીક આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આંકડાકીય રીતે વાત કરીએ તો રાજ્યમાં 13 જાન્યુઆરીએ 50612 એક્ટિવ કેસ હતા. ત્યારે 64 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. જે 7 દિવસ બાદ એટલે કે 20 જાન્યુઆરીએ વધીને 104888 એક્ટિવ કેસ થઇ ગયા. વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા 156 થઇ ગઇ. જે 243 ટકાનો ઉછાળો સુચવે છે.