Site icon Revoi.in

ગુજરાત બોર્ડની ઘોરણ 10ની પરિક્ષાનું પરિણામ જાહેર, 64.62 ટકા આવ્યું પરિણામ

Social Share

અમદાવાદઃ- આજરોજ ગુરુવાર 25 મે ના દિવસે ગુજરાત બોર્ડની ઘોરણ 10ની પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ પરિક્ષા આપ્યા બાદ આતુરતાથી પોતાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા છેવટે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓના ઈંતઝારનો આંત આવ્યો છે.ગુજરાત રાજ્યનું કુલ પરિણામ 64.22 ટકા આવ્યુ છે.

જો ગુજરાતના જિલ્લા મુજબ વાત કરી તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે.આ વખતે સુરત જીલ્લાે બાજી મારી છે મોખરે સુરત જીલ્લાનું રિઝલ્ટ જોવા મળે છે.

આ સાથે જ  બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા  પરિણામ, અમદાવાદ શહેરનું 64.18 ટકા પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 65.22 ટકા પરિણામ જોવા મળી છે.

બીજી તરફ , રાજકોટ જિલ્લાનું 72.74 ટકા પરિણામ, વડોદરા જિલ્લાનું 62.24 ટકા પરિણામ આવ્યું છે. વિતેલા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછુ પરિણામ આવ્યું છે.આ વર્ષે 2023 માર્ચ માં લેવાયેલ પરિક્ષામાં ધોરણ 10ના લગભગ 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર કરાયા છે. જો કે શાળામાં માર્કશીટ થોડા દિવસો બાદ વિતરણ કરવામાં આવશે.