Site icon Revoi.in

ગુજરાત બોર્ડના ધો,10ના રિપિટર વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ કે બેજીક મેથ્સનો વિષય પસંદ કરી શકશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 10ના રિપિટર પરીક્ષાર્થીઓ માટે નિર્ણયલેવાયો છે. કે, ગયા વર્ષે ધોરણ 10ના સ્ટાન્ડર્ડ મેથ્સમાંથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષાનાં ફોર્મ ભરતા સમયે મેથ્સની પસંદગીમાં ફેરફાર કરીને બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કરી શકશે, પરંતુ ધો.10માં બેઝિક મેથ્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં ગ્રૂપ-એ, એબી પસંદ કરી શકશે નહીં, પરંતુ જો પસંદગીના આધારે એકવાર હોલ ટિકિટ ઇશ્યૂ થઈ ગયા બાદ તેમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. આથી બોર્ડે સ્કૂલ સંચાલકો, આચાર્ય અને વાલીઓને ખાસ ગણિતની પસંદગી સમયે પૂરતું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માદ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ માટે  પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ધો.10માં માર્ચ-2022 કે અગાઉના વર્ષોમાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયા હોય અને ચાલુ વર્ષે માર્ચ-2023માં સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિતની પરીક્ષા રિપીટર વિદ્યાર્થી તરીકે આપવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારો હાલ ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી ધો.10માં બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે. આ માટે વિદ્યાર્થીઓને પણ શાળાઓએ જાણકારી આપવાની રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગણિત વિષયમાં ફેલ થતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે શિક્ષણ બોર્ડે વર્ષ 2021-22ના વર્ષથી ગણિતમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા હતા. એક બેઝિક ગણિત અને બીજું સ્ટાન્ડર્ડ ગણિત. બોર્ડે સરળ અને અઘરું ગણિતના વિકલ્પ આપતાં જ ધો. 10ના મોટાભાગના વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતનો વિષય પસંદ કર્યો હતો. છતાં ધો. 10ના પરિણામમાં 30 ટકા એટલે કે 2,01,548 વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં  ફેલ થયા હતા. શિક્ષણ બોર્ડે ફોર્મ્યુલા બદલી છતાં આ સંખ્યામાં માત્ર નજીવો ઘટાડો થયો હતો. (file photo)