Site icon Revoi.in

ગુજરાત બોર્ડની માર્ચમાં લેવાનારી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 98592 વિદ્યાર્થીઓ ઘટ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-એપ્રિલમાં લેવાનારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ગત વર્ષની તુલનાએ 98,592 જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ગત વર્ષે ધારણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓની સંખ્યા વધારે હતી. જ્યારે આ વર્ષે 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓમાં ઘટાડો થયો છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું તેથી ગત વર્ષે પરીક્ષાર્થીઓમાં વધારો થયો હતો. આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતાં કોલેજોમાં પ્રવેશની સમસ્યા સર્જાશે નહીં.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓમાં ગત વર્ષ કરતા ઘટાડો થયો છે. વર્ષ 2023માં સામાન્ય પ્રવાહમાં 4,79,298 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 2022માં સામાન્ય પ્રવાહમાં 3,37,540 વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે માર્ચ-એપ્રિલ 2024 માટેની પરીક્ષામાં 3,80,706 વિદ્યાર્થીઓ પરિક્ષામાં નોંધાયા છે. જે આ વર્ષ 98,592 ઓછા નોંધાયા છે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે કોનાના કાળમાં અપાયેલા માસ પ્રમોશનને લીધે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓમાં વધારો થયો હતો  2020થી કોરોના શરૂ થયો હતો, પરંતુ તે વર્ષે બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. કોરોનાની અસર લાંબી ચાલતા વર્ષ 2021માં બોર્ડની પરીક્ષા યોજાઈ નહોતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેથી માસ પ્રમોશનના કારણે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વિદ્યાર્થીઓ પાસ થતાં તમામે આગળના અભ્યાસ માટે ધોરણ-11 અને ડીપ્લોમામાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2022થી રાબેતા મુજબ પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં અનેક વિદ્યાર્થીઓ ધોરણ 10માં નાપાસ પણ થયા હતા પરંતુ, અગાઉ માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓએ 2022-23માં અભ્યાસ કર્યો હતો. વર્ષ 2023માં સામાન્ય પ્રવાહમાં 4,79,298 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 2022માં સામાન્ય પ્રવાહમાં 3,37,540 વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. માસ પ્રમોશનથી ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓ વર્ષ 2023માં ધોરણ-12માં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યામાં અગાઉના વર્ષ કરતા 1 લાખ કરતાં વધુ વધારો થયો હતો. આ. વર્ષ 2024માં 3,80,706 વિદ્યાર્થીઓ પરિક્ષામાં નોંધાયા હતા. જે આ વર્ષ 98,592 ઓછા નોંધાયા છે.