Site icon Revoi.in

ગુજરાત બજેટ-2021 : પેપરનો અંદાજે 80 ટકા જેટલો વપરાશ ઘટશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તા. 3 માર્ચના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. દરમિયાન આજે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી હવે ગુજરાતની જનતા ઘરે બેઠા-બેઠા બજેટ જોઈ શકશે. દર વર્ષ બજેટમાં 55 લાખથી વધારે પેપરનો ઉપયોગ થયો હતો. પરંતુ ટેકનોલોજીના કારણે પેપરનો વપરાશ ઘટશે અને આ બજેટમાં અંદાજે 80 ટકા પેપરનો વપરાશ ઘટે તેવી શકયતા છે. જેથી સરકારને પણ લગભગ રૂ. 80 લાખની બચત થવાનો અંદાજ છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બજેટમાં ખુબ પ્રકાશનો હોય છે. વિવિધ કચેરીઓમાં આ પ્રકાશન પહોંચાડવાનું છે. પ્રથમ બજેટ વર્ષ 1960-61ના બજેટમાં 30 પ્રકાશનો હતો. વિવિધ વિભાગો વધવાને કારણે હાલ 73 જેટલા પ્રકાશનો હોય છે. તેમાં લગભગ 55 લાખ 17 હજારથી વધારે કાગળનો ઉપયોગ થાય છે. વિવિધ વિભાગના કામગીરી આ પ્રકાશનમાં હોય છે. જો કે, ભારત સરકારની જેમ ગુજરાત સરકારે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી તમામ પારદર્શિતા રહેશે અને દરેક નાગરિકો બજેટ જોઈ શકશે. જે પ્રકાશનો થશે તે મર્યાદીત થશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની મંજૂરીથી ટેકનોલોજીના માધ્યમથી આગળ વધાશે. હવે બજેટમાં માત્ર 20 ટકા સેટ છાપવામાં આવશે. પ્રજા મોબાઈલ એપ્લિકેશન મારફતે છેલ્લા પાંચ વર્ષના બજેટ અંગે માહિતી શકશે. તેમજ બજેટ ક્યાંરથી શરૂ તેની માહિતી પણ એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ લગભગ 80 લાખ જેટલી બચત થશે.

કોરોનાના રસીકરણને લઈને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 1લી માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના તથા ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને રસી આપવામાં આવશે. કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. રસી આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. તેમ ગુજરાત સરકાર રસી આપશે. આનું ઓનલાઈન નોંધણી કરવામાં આવશે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોવિડ-19 માટે 60 વર્ષથી વધુની ઉંમરના તથા 45 વર્ષથી વધુની ઉમંરના લોકો કે જેઓ વિવિધ બીમારીથી પીડિય છે તેમને રસી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં રાજ્યમાં 500 સેન્ટર ઉભા કરવામાં આવશે. સરકારના કોવિડ સેન્ટરમાં આવકની સીમા નથી. ખાનગી કોવિડ રસી સેન્ટરમાં રૂ. 100 પ્રોસેસિંગ ચાર્જ તથા ભારત સરકાર જે કિંમત નક્કી કરે તે ચુકવવાની રહેશે. સરકારી અને ખાનગી સુવિધામાં રસી બાદ સર્ટિફીટેક પણ આપવામાં આવશે.