Site icon Revoi.in

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિયુક્તિઃ 31મીએ ચાર્જ સંભાળશે

Social Share

ગાંધીનગર: ગુજરાત ના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરાઈ છે. રાજ્યમાં ખાલી પડેલા આ મહત્વના પદ પર આખરે પંકજ કુમાર ની પસંદગીની જાહેરાત કરાઈ છે. આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી.

મુખ્ય સચિવ અનિલ મુકિમ વય મર્યાદાના કારણે નિવૃત થતાં તેમનો ચાર્જ કોને સોંપાશે તે વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. મુખ્ય સચિવ તરીકે પંકજકુમાર અને રાજીવ ગુપ્તાના નામ મોખરે હતા. જેમાં રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. અનિલ મુકીમના સ્થાને હવે પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. 31 ઓગસ્ટથી પંકજ કુમાર રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે. રાજ્યપાલે પંકજ કુમારની વરણીને મંજૂરી આપી છે. સૂત્રોના કહેવા મુજબ પંકજકુમાર કાબેલ આઈએસઆઈ કેડના અધિકારી છે. અને સરકારના પ્રીતિપ્રાત્ર ગણાય છે.

Exit mobile version