Site icon Revoi.in

ગુજરાતઃ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો 11મી માર્ચથી થશે પ્રારંભ, 2 એપ્રિલે ગુજકેટની પરીક્ષા

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધો-10 અને ધો-12 વિજ્ઞાનપ્રવાહ-સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ તા. 11મી માર્ચના રોજ થશે. બોર્ડની પરીક્ષા તા. 26મી માર્ચના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત એન્જિનીયરિંગ અને પેરા મેડિકલ શાખામાં પ્રવેશ માટે જરુરી ગુજકેટની પરીક્ષા તા. 2 એપ્રિલના રોજ યોજાશે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા યોજાશે.

ધો-12 વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાનની 11મી માર્ચના રોજ બપોરના 3થી 6.30 કલાક સુધી યોજાશે. આવી જ રીતે 13મી માર્ચના રોજ રસાયણ વિજ્ઞાન, 15મી માર્ચના રોજ જીવ વિજ્ઞાન, 18મી માર્ચના રોજ ગણિત, 20મી માર્ચના રોજ અંગ્રેજી અને 22મી માર્ચના રોજ ગુજરાતી (પ્રથમ ભાષા), હિન્દી, મરાઠી, ઉર્દુ, સિંધી, તામિલ, સંસ્કૃત, ફારસી, અરબી પ્રાકૃતની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા બપોરના 3થી 6.30 કલાક સુધી યોજાશે. આવી જ રીતે 22મી માર્ચના રોજ તા. 3થી 5.15 કલાક સુધી કોમ્પ્યુટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક)ની પરીક્ષા યોજાશે.

આવી જ રીતે ધો-10માં તા.11 માર્ચના રોજ ગુજરાતી (પ્રથમ ભાષા), હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તામિલ, તેલગુ અને ઈડિયા (તમામ પ્રથમ ભાષા) યોજાશે. તા. 13મી માર્ચના રોજ સ્ટાન્ડ ગણિત અને બેઝિક ગણિત, 15મી માર્ચના રોજ સામાજિક વિજ્ઞાન, 18મી માર્ચના રોજ વિજ્ઞાન, 20મી માર્ચના રોજ અંગ્રેજી (દ્રીતીય ભાષા), 21મી માર્ચના રોજ ગુજરાતી (દ્રીતીય ભાષા) તથા 22મી માર્ચના રોજ હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી, ઉર્દુ (દ્રીતીય ભાષા) સહિતના વિષયની પરીક્ષા યોજાશે. આ તમામ પરીક્ષા સવારે 10 થી 13.15 કલાક સુધી લેવાશે.

સામાન્ય પ્રવાહની વાત કરે તો. 11મી માર્ચે નામાના મૂળતત્વો, 12મી માર્ચે સેક્રેટરિયલ પ્રેક્ટિસ એને વાણિજ્ય પત્રવ્યવહાર, 13મી માર્ચે અર્થસાસ્ત્ર, 13મી માર્ચે આંકડાશાસ્ત્ર, 15મી માર્ચે મનોવિજ્ઞાન,, 16મી માર્ચે તત્વજ્ઞાન, 18મી માર્ચે વાણિજ્ય વ્યવસ્થા, 19મી મર્ચે ગુજરાતી-અંગ્રેજી (દ્રીતીય), 20મી માર્ચે ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, સિંધી, અંગ્રેજી અને તામિલ (તમામ પ્રથમ ભાષા), 21મી માર્ચે હિન્દી (દ્રીતીય ભાષા), 22મી માર્ચે કોમ્પ્યુટર, 23મી માર્તે સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત તથા 26મી માર્ચે સમાજશાસ્ત્રની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા પણ બપોરના 3થી 6.15 કલાક સુધી યોજાશે.

(Photo-File)