Site icon Revoi.in

ગુજરાત: સીએમ રૂપાણીએ ફાયર NOCને લઈને મહત્વનો નિર્ણય લીધો, જાણો શું છે નવા નિયમ

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે. ક્યારેક હોસ્પિટલમાં આગની ઘટના સામે આવે છે તો ક્યારેક ફેક્ટરીઓમાં. તો હવે આ બધી વાતને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીએમ રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું કે હવેથી 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી શકશે.

આ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે.જો કે રાજ્ય સરકાર દ્વારા ફાયર NOCને લઈને પણ કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને તેનું કેટલીક જગ્યાએ પાલન ન થતુ હોય તેવુ પણ જોવા મળ્યું છે. રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં આવતું નથી.

હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળી કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે.

આ ફાયર રિજિયનના ફાયર ઓફિસરોએ આઇ.એ.એસ. કક્ષાના સિનિયર ઓફિસરો જે તે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમના નિયંત્રણ હેઠળ ફરજો બજાવવાની રહેશે.