Site icon Revoi.in

ગુજરાતઃ કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઈવ, 35 લાખથી વધારે લોકોને આવરી લેવાનું આયોજન

Social Share

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે એકમાત્ર ઉપચાર રસી છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં 75 કરોડથી વધારે લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 3 કરોડથી વધારે લોકોને રસી આપીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દરમિયાન આવતી કાલ તા.૧૭મી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્યના આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યુ કે,આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમિયાન 7500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવમાં 35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. એટલુ જ નહિ રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવાનું આયોજન કરાયું છે. આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે 100થી વધુ દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે. જેમાં પુરતી દવાઓનો જથ્થો પણ ઉપ્લબ્ધ કરાવી વિના મુલ્યે નિદાન-સારવાર કરાવાશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે બાકી રહેલા લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5.33 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.