Site icon Revoi.in

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ટમાં યોજાશે ગુજરાત ડ્રોન મહોત્સવ

Social Share

અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રોન મહોત્સવ યોજાશે. જેમાં યુનિવર્સિટી અધ્યાપક, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ, ખેડૂતો, સંશોધકો અને સરકારી અધિકારીઓ તથા સંસ્થાઓ એમ મળીને ૪૦૦થી ૫૦૦ સહભાગી થશે. આ કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાત અને ડીફેન્સ એક્ષ્પોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

છેલ્લાં વર્ષોમાં ડ્રોન વિવિધ સરકારી અને વ્યાપારી ક્ષેત્રો જેમ કે સંરક્ષણ અને લશ્કરી સંસ્થા, ખેતીવાડી, વન, સર્વે, આરોગ્ય, ફાયર વિભાગ તેમજ અન્ય ક્ષત્રોમાં ખુબ મહત્વપૂર્ણ સાબિત થયા છે. દેશના વિવિધ રાજ્યોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય ડ્રોન-જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ આપણા દેશની જનતામાં મુખ્યત્વે ડ્રોન-આધારિત અંતિમ વપરાશકારોમાં જેમ કે ખેડૂતો, વિધાર્થીઓ, સરકારી તથા પ્રાઇવેટ સંસ્થાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

નાગરિક ઉડડયન મંત્રાલય(MoCA) તરફથી ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રદીપ પટેલ (CEOPrime UAV)ને આ કાર્યક્રમના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. આ કાર્યક્રમ પ્રદીપ પટેલની દેખરેખ હેઠળ યોજાઇ રહ્યો છે જેમાં  વિવિધ પ્રકારની ડ્રોન ટેકનોલોજી અને તેની એપ્લીકેશનનું ડેમોન્સ્ટ્રેશન વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ અને વિવિધ ડ્રોન મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. તેમજ મહેસાણાના એસ.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સિક્યોરીટી વિભાગમાં થતા ડ્રોનના ઉપયોગ વિષય પર ચર્ચા પણ કરશે.