Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022: બનાસકાંઠામાં 150 કાર્યકરો ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રચાર તેજ ગતિએ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. બીજી તરફ નેતાઓ અને કાર્યકરોમાં પક્ષપલ્ટો કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ટીકીટ નહીં આપતા અને નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન બનાસકાંઠામાં ભાજપમાં ભંગાણ પડ્યું છે અને 150થી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, બનાસકાંઠની કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોરની જનસભામાં 150થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આ જનસભા થરા ખાતે રાખવામાં આવી હતી. અમૃત ઠાકોરની સભામાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાંકરેજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અમૃત ઠાકોર જગદીશ ઠાકોરના નાના ભાઈ છે અને તેના પ્રચાર માટે જનસભા રાખવામાં આવી હતી. પરંતુ 150થી વધુ કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડતા રાજકીય માહોલ વધુ ગરમ બન્યો છે.