Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે વધુ 46 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

Social Share

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ધમધમાટ વચ્ચે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ 182 બેઠકો પૈકી 160 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા વધુ 46 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભારત દ્વારા 17 જેટલા સિટીંગ ધારાસભ્યો ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને હાઈકમાન્ડે ટીકીટ ફાળવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પ્રચાર કરવા ગુજરાત આવે તેવી શકયતા છે.

ભાજપ અને આપની ઉમેદવારોની યાદી પછી, કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. પ્રથમ તબક્કાની બાકી રહેલી 46 બેઠકો ઉપરના ઉમેદવારોના નામની મોડી રાત્રે જાહેરાત કરવામા આવી હતી. પહેલી ડિસેમ્બેરે યોજાનારા મતદાન માટે આ નામો જાહેર કરવામાં આવ્યાં હતા. આ યાદીમાં ધોરાજીના લલીત વસોયા, દસાડાના નૌશાદ સૌલંકી, ઉનામાં પૂંજા વંશ અને અમરેલીમાં પરેશ ધાનાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટંકારામાંથી લલીત કગથારાને પણ ટીકિટ આપીને કોંગ્રેસે જીતેલા ધારાસભ્યો માટે રિપીટ થિયરી અમલમાં મૂકી હતી.

જે ધારાસભ્યોને ફરી ટિકટી આપવામાં આવી છે તેમાં રાજુલાથી પ્રતાપ દૂધાત અને સાવરકુંડલાથી અમરિષ ડેરનો સમાવેશ થાય છે. ગત મોડી રાત્રે કોંગ્રેસના પ્રદેશના ટોચના નેતાઓની લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા બાદ આ નામો જાહેર કરાયા હતાં. આ યાદીમાં ત્રણ મહિલાઓ અને ચાર મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે જાહેર કરેલી બીજી યાદીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 29 નામો છે. જેમાં 17 સિટિંગ MLAને રિપિટ કરાયા છે.