- મહામંત્રી તરીકે ચિરાગ સોલંકીની બિનહરીફ વરણી
- મંડળમાં 700થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે
અમદાવાદઃ ગુજરાતના સરકારી કર્મચારીઓના ફાર્મસીસ્ટ મંડળના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે ચિરાગ સોલંકી બિનહરીફ ચુંટયાં હતા. ફાર્મસીસ્ટ મંડળમાં 700થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે.
ગુજરાતના તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયેલા ફાર્મસીસ્ટ મંડળમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે સોલા સિવિલ હોસ્પિટલના ફાર્મસીસ્ટ ચિરાગ સોલંકી બિનહરીફ ચૂંટાયાં છે. તેમજ પ્રમુખ તરીકે વિસ્મિત શાહની વરણી થઈ છે. આ મંડળમાં સરકારી કર્મચારીઓ જોડાયેલા છે.