1. Home
  2. Tag "Government employees"

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના સહિત વિવિધ પડકર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને કર્મચારીઓએ હાથમાં બેનર્સ, પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. દરમિયાન કર્મચારીઓએ વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે અટકાવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી […]

સરકારી કર્મચારીઓની સેવાઓનું ડિજિટાઈઝેશન, CMએ HRMS 2.0 પોર્ટલનું કર્યું ઉદઘાટન

ગાંધીનગરઃ રાજ્યમાં આજે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને લાભ થાય તે હેતુસર ‘કર્મયોગી HRMS 2.૦: સેવા, ક્ષમતા અને વિકાસ’ પોર્ટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જી.એ.ડી. દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પોર્ટલમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓની સેવાપોથી, રજાઓ, રજા પ્રવાસ ભથ્થા, APAR, તથા પગાર સહિતની વિવિધ સેવાઓનું ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. […]

હવે અધિકારીની પૂર્વ મંજૂરી વિના સરકારી કર્મીઓ ખાનગી સંસ્થાઓ પાસેથી નહીં લઈ શકે પુરસ્કાર -કેન્દ્રનો આદેશ

દિલ્હી – ઘણી વખત ખાનગી સંસ્થાઓ દ્વારા સરકારી કર્મચારીઓને પુરસ્કારની નવાઝવામાં આવતા હોય છે અને કર્મીઓ પણ આ ખાનગી સંસ્થાના પુરસ્કાર સ્વીકારી લે છે જો કે હવે આવું શક્ય બનશે નહાઈ સાકર દ્વારા આ મામલે એક માર્ગ દર્શિકા જારી કરવામાં આવી છે . કેન્દ્રએ ખાનગી સંસ્થાઓ પાસેથી પુરસ્કારો મેળવતા સરકારી કર્મચારીઓ પર નવી માર્ગદર્શિકા બહાર […]

કાશ્મીરઃ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તબીબ-પોલીસ કર્મચારી સહિત 4 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બુધવારે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ડોક્ટર અને એક પોલીસકર્મી સહિત ચાર સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલના ડૉ. નિસાર-ઉલ-હસન, પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ, લેબોરેટરી કર્મચારી અબ્દુલ સલામ રાથેર અને શિક્ષક ફારૂક અહેમદ મીરને ભારતના બંધારણની કલમ 11ની જોગવાઈઓ […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે 19મીએ મીણબત્તી પ્રગટાવી વિરોધ કરશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઇ અગાઉ સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારીઓએ લડત આદરતા તત્કાલિન સમયે સરકાર દ્વારા સમાધાન કરવામાં આવ્યુ હતુ, કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે બાબતના હજુ સુધી ઠરાવ કરવામાં આવ્યા નથી. જેને લઇને સરકાર દ્વારા વિસંગતતા ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે રૂપિયા 250 કરોડના ખર્ચે બહુમાળી 1400 આવાસ બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત બોર્ડ-નિગમની કચેરીઓ પણ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ આપવામાં આવે છે. કર્મચારીઓની સંખ્યા વધી હોવાથી તેમજ અનેક જુના ક્વાટર્સ જર્જરિત બની ગયા હોવાથી કર્મચારીઓને રહેવા માટેનો પ્રશ્ન ઊભો થયો છે. એનું વેઈટિંગલિસ્ટ પણ ચાલી રહ્યું છે. ત્યારે સરકારે 250 […]

સરકારી કર્મચારીઓને મળશે 42% મોંઘવારી ભથ્થું,CM શિવરાજની મોટી જાહેરાત

દિલ્હી:  મધ્યપ્રદેશના લાખો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્યના લાખો કર્મચારીઓને ઓગસ્ટ મહિનામાં કેન્દ્રની જેમ 42 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. ડીએના નવા દરો જાન્યુઆરી 2023થી લાગુ થશે, આ કિસ્સામાં એરિયર્સ પણ આપવામાં આવશે. શુક્રવારે ખુદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આની જાહેરાત કરી હતી. આ અંગે ટૂંક સમયમાં આદેશ જારી કરવામાં આવશે. રાજ્યના 7 […]

પાકિસ્તાનમાં આર્થિક સંકટઃ સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકા કાપ કરાશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત સર્જાઈ છે. મોંઘવારી વધવાના કારણે સામાન્ય લોકો માટે બે ટાઈમનો રોટલો મેળવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. શાહબાઝ સરકાર કટોરો લઈને વિશ્વના દેશો પાસેથી આર્થિક […]

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી, સરકારી કર્મચારીઓને મળતા ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને આર્થિક રીતે તોડી પાડવાના પ્રયાસ કરે છે જો કે, હાલ પરિસ્થિતિ તેના વિપરીત થઈ છે. ભારતની ઈકોનોમી દુનિયાના પાંચમાં ક્રમે છે અને આગામી વર્ષોમાં પ્રથમ 3 દેશમાં સામેલ થાય તેવી શકયતા છે. જ્યારે પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પૂર સહિતની કુદરતી થપાડ […]

કેબિનેટનો મહત્વનો નિર્ણય -કેન્દ્રિય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાશે

કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વની નિર્ણય કેન્દ્રીય કર્મીઓના ભથ્થામાં 4 ટકાનો વધારો દિલ્હીઃ- કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટી રાહત મળી છે, કારણ કે દીવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. 7માં પગાર પંચ અંતર્ગત ડીએ વધારામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વાતજાણે એમ છે કે  જૂનમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code