Site icon Revoi.in

ગુજરાત સરકારે કર્મચારીઓ માટે જાહેર કરી રજાઓ, હવે 11થી 15મી નવેમ્બર સુધી મીની વેકેશન

Social Share

ગાંધીનગરઃ પ્રકાશનું પર્વ ગણાતા દીપાવલિના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. 12મી નવેમ્બરને રવિવારે દિવાળીનો તહેવાર છે. 13મીને સોમવારે પડતર દિવસ છે. અને 14મીને મંગળવારે બેસતુ વર્ષ છે. એટલે રાજ્ય કર્મચારી મંડળે 13મીને સોમવારની રજા આપવામાં આવે તો સળંગ રજાનો લાભ મળે એવી મુક્યમંત્રીને રજુઆત કરી હતી. આથી રાજ્ય સરકારે નવા વર્ષ પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓને રજાની ભેટ આપી દીધી છે. દિવાળી બાદ આવતા પડતર દિવસને પણ સરકારી નોકરીયાતો પરિજનો સાથે માણી શકે અને સાથે રહી શકે તે માટે 13મી નવેમ્બરે પણ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. એટલે 11થી લઈને 15મી સુધી સરકારી ઓફિસોમાં રજા રહેશે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે કેલેન્ડર વર્ષ 2023 માટે જાહેર રજાઓ જાહેર કરેલી હતી. તે મુજબ 11 નવેમ્બરે બીજા શનિવારની રજા, 12 નવેમ્બરે દિવાળી / રવિવારની રજા, 12 નવેમ્બરે મંગળવારના રોજ વિક્રમ સંવંત નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા 13 નવેમ્બર ને બુધવારે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. જ્યારે આ રજાઓ વચ્ચે 13 નવેમ્બરે સોમવારે સરકારી કચેરીઓ ચાલુ હતી. દિવાળી પર્વમાં સરકારી અધિકારી અને કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર13 નવેમ્બર અને સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે. તેના બદલામાં 9 ડિસેમ્બર અને બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.

રાજ્ય સરકારે 13 નવેમ્બરે રજા જાહેર કરી છે. એટલે કર્મચારીઓને સળંગ 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી રજા મળશે. 9 ડિસેમ્બર બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલું રહેશે. અગાઉ કર્મચારી સંગઠનોએ 13 નવેમ્બરે રજા જાહેર કરવા રજુઆત કરી હતી અને સરકારે કર્મચારી સંગઠનની માગણી સ્વીકારી લીધી છે.આ રજા જાહેર કરાતા સરકારી કર્મચારીઓને સળંગ 11થી 15 નવેમ્બરની રજાનો લાભ મળી શકશે. જેના લીધે હવે એકીસાથે સળંગ 5 દિવસની રજાનો લાભ મળી શકશે. આમ દિવાળી પહેલા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને માગણીનો સ્વીકાર કર્યો છે.