1. Home
  2. Tag "Gujarat Govt"

ગુજરાત સરકારે કર્મચારીઓ માટે જાહેર કરી રજાઓ, હવે 11થી 15મી નવેમ્બર સુધી મીની વેકેશન

ગાંધીનગરઃ પ્રકાશનું પર્વ ગણાતા દીપાવલિના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. 12મી નવેમ્બરને રવિવારે દિવાળીનો તહેવાર છે. 13મીને સોમવારે પડતર દિવસ છે. અને 14મીને મંગળવારે બેસતુ વર્ષ છે. એટલે રાજ્ય કર્મચારી મંડળે 13મીને સોમવારની રજા આપવામાં આવે તો સળંગ રજાનો લાભ મળે એવી મુક્યમંત્રીને રજુઆત કરી હતી. આથી રાજ્ય સરકારે નવા વર્ષ પહેલા રાજ્યના […]

ગુજરાત સરકાર અશાંત ધારામાં સુધારો કરીને કડક શરતો પાછી ખેંચવા તૈયાર, હાઈકોર્ટમાં એફિડેવિટ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ખાસ વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવામાં આવેલો છે. તાજેતરમાં પાલનપુરના કેટલાક વિસ્તારોમાં પણ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. અશાંતધારામાં કેટલીક જોગવાઈઓ સામે નાગરિકોમાં વિરોધ ઊઠી રહ્યો છે. દરમિયાન અશાંત ધારાના સુધારા અંગે સરકારના જાહેરનામા સામે ગુજરાત હાઈકોર્ટમાં 13 જુદી જુદી રીટ દાખલ થઇ છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કરી […]

સરકારના ફિક્સ પગારના કર્મચારીઓની જેમ કરાર આધારિત કર્મચારીઓના વેતનમાં વધારાની માગ

અમદાવાદઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીઓને પગારમાં વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. ત્યારે રાજ્યની જુદી જુદી સરકારી કચેરીઓમાં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓએ પણ વેતન વધારાની માગણી કરી છે. ગુજરાત સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત અંદાજે 1.50 લાખ કર્મચારીઓના માસિક વેતનમાં વધારો નહી કરીને અન્યાય કરવામાં આવ્યો હોવાની કર્મચારીઓ લાગણી અનુભવી રહ્યા […]

ગુજરાત સરકાર હવે નવી કારની ખરીદી ન કરીને આઉટસોર્સથી વાહનો ભાડે મેળવશે

ગાંધીનગરઃ   ગુજરાત સરકારે હવે કરકસરના હેતુથી અધિકારીઓ માટે નવા વાહનોની ખરીદી નહીં કરીને હવે વાહનો આઉટસોર્સથી એટલે કે, કોન્ટ્રાક્ટથી સેવામાં લેવાનો નિર્ણય કર્યો છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેને પરિપત્ર પણ જારી કરી દીધો છે. જેમાં જે વાહનોનાના કિલોમીટર પુરા થઈ ગયા છે. અને વાહનો કંડમ બની ગયા છે. એવા વાહનો સામે નવા વાહનો […]

ગુજરાત સરકારને સી-પ્લેનનો મોહ છૂટતો નથી, કરોડોના આંધણ પછી હવે ફરીવાર ટેન્ડર મંગાવાશે

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.. પરંતુ સી-પ્લેનને વારંવાર મરામત માટે મોકલાતું હતું તેથી અનિયમિત સેવા તેમજ પુરતા પ્રવાસીઓ ન મળવાને કારણે સી-પ્લેન સેવાનું બાળમરણ થયું હતું. ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સી-પ્લેન સેવા કાર્યરત રહી શકી નહતી. સરકારે સી-પ્લેન સેવા પુનઃ કાર્યરત […]

ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના લધુત્તમ દૈનિક વેતનમાં કર્યો વધારો

ગાંધીનગરઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. સાથે સરકારી કર્મચારીઓને પણ પગારમાં ઈન્ક્રિમેન્ટ,  મોંઘવારી ભથ્થાને લીઘે દરવર્ષે પગારમાં વધારો થતો હોય છે. પરંતુ સરકારની કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કોઈ લાભ મળતો નથી. અને કોન્ટ્રાકટરે નક્કી કરેલા ફિક્સ પગરામાં નોકરી કરવી પડે છે. ત્યારે ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના લઘુત્તમ દૈનિક વેતનમાં […]

કેન્દ્ર સરકારે મોંધવારી ભથ્થાની જાહેરાત કરી પણ ગુજરાત સરકારને સમય મળતો નથી

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે મહિના પહેના જ મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું છે. જ્યારે ગુજરાત સરકારે હજુ સુધી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર ન કરતા કર્મચારીઓ અને પેન્શનરોમાં સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. આમ તો એવી પરંપરા રહી છે. કે, કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ જાહેર કરે ત્યારબાદ પખવાડિયામાં […]

ગુજરાતની ઉત્સવઘેલી સરકારે બે વર્ષમાં ઉત્સવો પાછળ 57 કરોડનો ધૂંમાડો કર્યો

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વાર-તહેવારે ઉત્સવો ઊજવવામાં આવતા હોય છે. વિવિધ ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો હોય  છે. ટુરિઝમને વેગ આપવા તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે લોકોત્સવ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં નવરાત્રી ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ સહિતના ઉત્સવો ઊજવવા પાછળ કુલ 57 કરોડ રૂપિયા જેટલો […]

ગુજરાત સરકારના બજેટના 1.24 લાખ કરોડ પગાર-પેન્શન, વ્યાજ અને દેવાની ચૂકવણીમાં ખર્ચાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું જેનું કદ કુલ 3.01 લાખ કરોડનું છે. જેના 41.52 ટકા એટલે કે 1.24 લાખ કરોડ રૂપિયા પગાર, પેન્શન અને વ્યાજ તેમજ દેવાની પરત ચૂકવણીમાં ખર્ચ થશે.  રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બજેટમાં 40 ટકાનો વધારો થયો છે તેની સામે પગાર બિલમાં 27 ટકા, […]

ગુજરાત સરકારે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પત્રો આપવા 2 વર્ષમાં 70.44 લાખનો ખર્ચ કર્યો

ગાંધીનગર  : ગુજરાતમાં  ધોરણ 10 અને 12ના બોર્ડના તમામ  વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે મુખ્યમંત્રી તરફથી શુભેચ્છા પત્ર પાઠવવામાં આવતા હોય છે.  છેલ્લા બે વર્ષમાં શુભેચ્છા પત્રો પાઠવવા પાછળ રૂપિયા 70.44 લાખનો ધૂમાડો કરાયો છે. ગુજરાત  વિધાનસભામાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાના ડિસેમ્બર 2022ની સ્થિતિએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા પાછળ સરકારે કરેલા ખર્ચની માહિતી માગતા સરકારે લેખિત જવાબ આપ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code