અમદાવાદઃ- હવે ગુજરાતમાં ગરબા રમવા જતા પહેલા કેટલીક બીમારીઓ ઘરાવતા લોકોએ મેડિકલ ચેકઅપ ફરજિયાત કરાવાનું રહેશે, વઘતા જતા હાર્ટએટેકેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ અંગેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે‘ઇન્ડિયન મેડિકલ એસોસિએશન’ ની અમદાવાદ શાખાએ શનિવારે જણાવ્યું હતું કે પરિવારમાં હૃદયરોગની પૃષ્ઠભૂમિ ધરાવતા 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ‘ગરબા’માં હાજરી આપતા પહેલા પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ. . હાર્ટ એટેકની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, IMA એ ‘ગરબા’ના સહભાગીઓ અને તેના આયોજકો માટે માર્ગદર્શિકા જારી કરી છે.