Site icon Revoi.in

ગુજરાતઃ આવકવેરા વિભાગે 7 હજાર કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ઈન્કમટેક્સને લઈને આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને સાત હજારથી વધુ કરદાતાઓને નોટિસ મોકલી હોવાનું જાણવા મળે છે. વર્ષ 2017-18માં થયેલા મોટા વ્યવહાર અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. IT રિટર્ન કોપી, ટેક્‍સની વિગત, બેંક-GSTની વિગત માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સબ રજિસ્‍ટ્રાર કચેરીમાંથી ડેટા આઈટી વિભાગ પાસે આવ્‍યો હતો, જેમાં જમીન-મકાન કે FDમાં તેમજ મિલકતની કિંમત ખરીદનાર અને વેચનારનું નામ પાન નંબર દર્શાવેલ હોય તે પાન નંબરના આધારે જે તે કરદાતાએ રિટર્ન ફાઈલ કર્યું છે કે નહીં તે ચકાસે છે અને વેચનારે પોતાની મિલકત અંગેના વ્‍યવહારો રિટર્નમાં દર્શાવ્‍યા છે કે નહીં ? તેમજ ખરીદનારે પોતાની મિલકત પોતાના રિટર્નમાં દર્શાવી છે કે નહીં તેનું વેરિફિકેશન કર્યા બાદ રિટર્નમાં ખરીદી અથવા વેચાણ દર્શાવ્‍યું ન હોય તેવા કિસ્‍સાઓમાં ઈન્‍કમટેકસ વિભાગ નોટિસો ફટકારી શકે છે.

શહેરના અનેક વિસ્‍તારોમાં મોટા મોટા પ્રોજેકટ ચાલી રહ્યા છે જેમાં પ્રોપર્ટીના ભાવ જંત્રી કરતાં ૩ થી ૪ ગણા વધારે છે. આવા પ્રોજેકટ પર ઈન્‍કમટેકસ વિભાગની નજર પડી હોય તેવી શકયતા છે. જો કે આ માહિતી સબ રજિસ્‍ટ્રાર કચેરીમાંથી ડિપાર્ટમેન્‍ટે કાઢી છે.

આગામી દિવસોમાં ઈન્‍કમટેકસ વિભાગ વધુ કડક એક્‍શન લે તેવી ભીતિ સર્જાઇ છે. આવકવેરા વિભાગે સાત હજારથી વધારે કરદાતાઓને નોટિસ મોકલવામાં આવતા વેપાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. નોટિસના પગલે કરદાતાઓમાં ભય ફેલાયો છે.