Site icon Revoi.in

ગુજરાતઃ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાને લઈને ગુપ્તચર તંત્ર એલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેના રોજ આયોજીત તલાટીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ભરતીની પરીક્ષામાં ગેરરીતીને અટકાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ગુપ્તચર એજન્સી સક્રીય બની છે.

GPSSBના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા માટે તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરાઈ છે. પરીક્ષામાં ગેરરીતી ન થાય તે માટે IB તંત્ર એલર્ટ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષામાં ગેરરીતી માટે કડક કાયદાની જોગવાઈ કરાઈ છે. પરીક્ષામાં ખોટુ નામ ધારણ કરવું, પેપર ફોડવા કે ફોડવાનું કાવતરૂં, પ્રશ્નપત્ર લીક કરવું જેવી અનેક બાબતો કાયદામા આવરી લેવાઈ છે.

નિયત સમય કરતા પહેલા પેપર ખોલી શકાશે નહી.પરિક્ષા કેન્દ્રમાં પ્રવેશતા ઉમેદવારોની કોલ લેટર સાથે CCTV સામે ઉભા રહી વિડિઓગ્રાફી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે 200થી વધુ એકસ્ટ્રા એસટી બસો મૂકાઈ છે અને એકસ્ટ્રા ટ્રેનનો પણ દોડાવાશે. શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકશે.

આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથો સાથ રેલ્વે તંત્રની સાથે સંકલનમાં રહીને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી ઉમેદવારોને સમયસર પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળા/કોલેજની બસો તથા ખાનગી બસ સંચાલકોએ તલાટી-કમ મંત્રીનાં ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.