Site icon Revoi.in

ગુજરાત: વિરપુરમાં જલારામ મંદિર દર્શનાર્થી માટે ખુલ્લમુ મુકાયું, ટોકન સિસ્ટમથી ભક્તો દર્શન માટે પ્રવેશી શકશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડતા કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા પણ નિયંત્રણોમાં છુટછાટ આપતા વેપાર-ધંધા ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યાં છે. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો પણ હવે ખોલવામાં આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રના વિરપુરમાં સુપ્રસિદ્ધ જલારામ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. જલારામ બાપાના દર્શન કરવા આવતા ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવું પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન માટે ખુલ્લુ મુકાયુ છે. જો કે, સવાર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં અપાય. દશનાર્થીઓએ ફરજિયાત માસ્ક અને સોશલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. મંદિરમાં દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. દર્શનાર્થીઓએ ટોકન સિસ્ટમથી જ દર્શન માટે પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત રાજયમાં પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર, માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર, ભાવનગરનું ખોડીયાર મંદિર 11મીથી ખુલી ગયા છે. જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલ્લી ગયા છે.