અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ સહિતની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દરમિયાન 2022-23ના વર્ષમાં રૂ.183 કરોડના ખર્ચે નવા 2256 વાહનોની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત એક વર્ષમાં પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાએ ભરતી કરાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજયની વધતી જતી વસ્તી તેમજ ગુનાઓના પ્રમાણ ધ્યાને લઈને પોલીસ તંત્રમાં વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ રૂ.41 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવશે. જેમાં 1 નાયબ પોલીસ કમિશ્નર, 4 મદદનીશ પોલીસ કમિશ્નર, 17 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેકટર, 22 બિન હથિયારી પી.એસ.આઈ., 245 બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ, 457 હથિયારી કોન્સ્ટેબલ, 58 બિન હથિયારી એ.એસ.આઈ.,19 હથિયારી એ.એસ.આઈ. વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 29000 થી વધારેની ભરતી કરવામાં આવેલ છે. તેમજ 12174 કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયા નોંધપાત્ર તબક્કે છે.
કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુનાઓની તપાસ માટે વાહનોની આવશ્યકતા રહે છે. 2022-23ના વર્ષમાં રૂ.183 કરોડના ખર્ચે નવા ૨૨૫૬ વાહનોની ખરીદી કરવામાં આવશે. જેમાં 64 ઈનોવા, 109 બસ, 178 લાઈટવાન, 700 બોલેરો, 950 મોટરસાઈકલ, 36 ઓપન ટ્રક, 22 વોટર ટેન્કર, 77 પીસીઆર વાન, 67 પીસી બસ, 12 ટ્રેકટર, 2 વોટર ક્રેનન વગેરેનો સમાવેશ થાય છે. જેના લીધે ક્રાઈમ કન્વિકશન રેટ અને મોબીલીટીમાં વધારો થશે અને રીસ્પોન્સ ટાઈમમાં વધારો થશે. છેલ્લા પાંચ વર્ષમાં 5225 નવા વાહનોની ખરીદી કરવામાં આવેલ છે.
ન્યાય સહાયક વિજ્ઞાન ખાતામાં Two Print Live Scanner ના સ્થાને Ten Print Live Scanner તથા Palm Print Scanner ફિંગર પ્રિન્ટ લેવા માટે ઉપલબ્ધ છે જેના સ્થાને આધુનિક સિસ્ટમ Automated Finger System રૂ.65 કરોડના ખર્ચે પાંચ વર્ષમાં ખરીદવાનું આયોજન છે. જેના ભાગરૂપે 2022-23ના વર્ષમાં રૂ.34 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
(PHOTO-FILE)